________________
શ્રીનમસ્કાર મહામંત્રનો સ્વાધ્યાય કરી રહ્યા હોવાનું દર્શાવવા નવકારવાળી હાથમાં બતાવાતી.
પૂ. આચાર્ય ભગવંતોની મૂર્તિમાં માત્ર પ્રવચનમુદ્રા શિલ્પશાસ્ત્રાનુસાર વિદિત હતી પણ શા કારણે હાલમાં ઉપલબ્ધ પૂ. આચાર્ય ભગવંતોની મૂર્તિઓમાં માળા વપરાય છે તે ગીતાર્થો પાસેથી સમજવા જેવું છે.
બાકી સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં જે જે સૂરિભગવંતોની મૂર્તિમાં માળા બતાવાઈ છે તે માત્ર દર્શાવવા ખાતર જ હોય તેમ સ્પષ્ટ જણાય છે, પ્રવચનમુદ્રા સાથે માળાનો ક્રમ સંગત નથી લાગતો.
જેમ જેમ પ્રાચીન ગુરુમૂર્તિઓ તપાસીએ તેમ તેમ આ વાત વધુ સ્પષ્ટ થતી જાય છે. ક્યારેક તો અતિ પ્રાચીન આચાર્યોની મૂર્તિમાં તો માળા દેખાતી પણ નથી.
તે છતાં નીચેના શિલ્પશાસ્ત્રના કેટલાક નમૂના અંગુષ્ઠજાપની વાતનું સમર્થન કરનાર જાણવા મળ્યા છે—
આ વાત ઉપરથી વાસ્તવિક પરંપરા પૂ. આચાર્ય ભગવંતોની મૂર્તિમાં શી હોઈ શકે ? તે પણ તારવી શકાશે.
(૧) ઉદયપુર (મેવાડ)માં જડીઓની ઓળમાં દુગ્ગડોના મંદિર તરીકે પ્રખ્યાત શ્રીશીતલનાથ પ્રભુના જિનાલયમાં રંગમંડપમાં જમણે હાથે પત્થરના જૂના ભંડકિયામાં એક બાજુના ઢીંચણનો જરા ભાગ ખંડિત જેવો હોવાથી અપૂજિત અવસ્થામાં રાખી મૂકેલ (લોકોકિત પ્રમાણે પૂ. ગૌતમસ્વામીજીની) ૧૫' ઇંચી ગુરુ મૂર્તિ અત્યંત સુંદર ભવ્ય શિલ્પકળાના બેનમૂન ઉદાહરણરૂપ છે.
જેમાં અંગુષ્ઠથી માળા ગણતા હોવાનું અને ચાર આંગળી (અધખુલી મુઠીરૂપે) પર માળા રાખી હોવાનું સ્પષ્ટ છે.
વળી આ મૂર્તિની વિશેષતા એ છે કે ઐતિહાસિકોના ધા૨વા પ્રમાણે ચૌદમી સદીના પૂર્વાર્ધ સુધી જે રિવાજ પ્રચલિત હતો તે મુહપત્તીને જમણા ખભે રાખવાનો—આ મૂર્તિમાં સ્પષ્ટ જોવા મળે છે.
(૨) ઉદયપુર (બડા બજાર)માં રસ્તા ઉપર શ્રીચૌમુખજીનું ભવ્ય જિનાલય છે, તેમાં ગભારામાં ડાબી બાજુ ખૂણે, દક્ષિણ સન્મુખ ગુરુમૂર્તિ સુંદર કલાત્મક કમળના ઝીણા પાંદડાની કોરણીવાળા આસન પર પ્રાયઃ ૧ા ફૂટની છે—જેના પર નીચે વિ. સં. ૨૭૮૨ વર્ષે વૈ. સુ. ૧ શનિ બાકીનો લેખ પાછલી બાજુ સીમેન્ટમાં દબાયેલ છે.
આ મૂર્તિમાં પણ ચાર આંગળી પર માળા રાખી અંગુષ્ઠથી જાપની મુદ્રા સ્પષ્ટ છે. (૪) ઉદયપુર (ધાનમંડી)માં ભવ્ય ઊંચી બેઠકવાળું શ્રીઋષભદેવ પ્રભુનું ધર્મ અનુપ્રેક્ષા - ૧૯૯
·