________________
કરવો જોઈએ. છેવટે સૂર્યોદયથી ૧૦ વાગ્યા સુધીનો સમય જાપ માટે નિયત કર્યો છે. દિવસના ૧૦ વાગ્યાથી સૂર્યાસ્ત પછી ૨ા ઘડી (૧ કલાક) સુધીનો સમય સામાન્યતઃ જાપ માટે નિષિદ્ધ છે.
આ વાત વિશિષ્ટ, વ્યવસ્થિત અને ધોરણસરના જાપ માટે જાણવી. ચાલુ દૈનિક સ્મરણ અગર ૧૫ લક્ષાદિ જાપના અનુષ્ઠાન તથા ત્રિકાળજાપની મર્યાદાને તે લાગુ પડતી નથી.
શ્રીનમસ્કાર મહામંત્રનું સ્મરણ ગમે ત્યારે અને વારંવાર કરવાનું શાસ્ત્રીય વિધાન સંસ્કારોની જાગૃતિ અને તે જાતની વિશિષ્ટ પરિણામોની કેળવણીની અપેક્ષાને સાર્થક સમજવું. પણ જાપની પ્રાથમિક ભૂમિકાએ થોડીક આત્મશક્તિ જાગૃત કરવા માટે ઉપર જણાવેલ સમયની મર્યાદા જાળવવી જરૂરી છે.
પ્રાથમિક ભૂમિકાએ જાપ કરનારે અમુક સમય (પાછલી ચાર ઘડી રાત્રીમાંથી દિવસના દસ વાગ્યા સુધીમાં તો ગમે તે) નિશ્ચિત કરી રાખવો જોઈએ, તે સમયે ગમે તેવા કામને પણ પડતું મૂકીને જાપ કરવાની તત્પરતા કેળવવી ઘટે. તેમ કરવાથી જાપની શક્તિઓનો ધીમો પણ મૌલિક સંચાર જીવનમાં અનુભવવા મળે છે.
ટુંકમાં જાપની પ્રાથમિક શક્તિઓના અનુભવ માટે સમયની ચોકસાઈ જાળવવી જરૂરી છે.
નિશ્ચિત આસન
શ્રીનવકાર મહામંત્રના જાપ માટે શ્વેત, શુદ્ધ ઉનનું આસન રાખવું, તેમ જ એક જ જગ્યા નિશ્ચિત રાખવી. એક જ સ્થાન ઉપર શ્રીનમસ્કાર મહામંત્રના જાપથી વિશિષ્ટકોટિનું વાતાવરણ સર્જાય છે.
જ્યાં ત્યાં શ્રીનવકાર મહામંત્રનો જાપ ઐચ્છિક રીતે કરતા રહેવાથી જાપના આંદોલનો બરાબર વાતાવરણ સર્જી ન શકે અને શક્તિ જ્યાંત્યાં વિખરાઈ જાય, તેથી ખાસ જરૂરી કારણ સિવાય જાપનું સ્થળ ફેરવવું નહિ.
અનિવાર્ય કારણે સ્થાનાંતર કરવું પડે તો પણ શ્વેત, શુદ્ધ ઉનનું આસન એક જ રાખવું, ગમે ત્યાં પણ એ જ એક આસન પર વ્યવસ્થિત જાપ ચાલુ રહેવો જોઈએ. નિશ્ચિત દિશા
મંત્રની જુદી જુદી શક્તિઓ દિશાના હેરફેરથી ઉપજતી હોવાનું મંત્રશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.
તેથી શ્રીનમસ્કાર મહામંત્રના જાપ માટે પૂર્વ અને ઉત્તર દિશા જ્ઞાનીઓએ વિહિત કરી છે.
૧૯૦ • ધર્મ અનુપ્રેક્ષા