________________
નિશ્ચિત દિશા નિશ્ચિત માળા
નિશ્ચિત સંખ્યા ખાસ અગાઢ કારણ વિના આ પાંચ બાબતોમાં વારંવાર ફેરફાર ન કરવો. આ સંબંધી માંત્રિક રહસ્યવેત્તા પૂ. આ. શ્રીમલ્લિષેણસૂરીશ્વરજી મ. ફરમાવે છે
“વિવ - વન - મુદ્રા – ડડસન-પર્શવાનાં, ખેઃ રિજ્ઞા પત્ સ મસ્ત્રી | न चान्यथा सिध्यति तस्य मन्त्रं, कुर्वन् सदा तिष्ठतु जाप्य होमं ॥"
(નેવ પાવતી ~ પરિ રૂ મા. ૪) ભાવાર્થ-“મંત્રની સાધના કરનારે દિશા-કાલ-મુદ્રા આસન અને પલ્લવો (મંત્રની આદિ કે અંતમાં આવતા બીજાક્ષરો)ના ભેદ–વ્યવસ્થાને જાણીને જાપ કરવો જોઈએ. અન્યથા મંત્રને જપતો રહે કે હોમ કરતો રહે પણ મંત્ર સિદ્ધિ ન થાય.”
આ રીતે સામાન્ય મંત્ર માટે જરૂરી બંધારણની વાત ઉપરથી મહામંત્ર અને મંત્રાધિરાજ તરીકે જગજાહેર શ્રીનમસ્કાર મહામંત્ર માટે વ્યવસ્થિત આસન કાળ-દિશા આદિના વિવેકની અત્યંત જરૂરીયાત સ્પષ્ટ સમજાય છે.
નિશ્ચિત સમય શ્રીનવકાર મહામંત્રના જાપથી આત્મશક્તિની ખીલવણી માટે સવાર-બપોર અને સાંજની ત્રણ સંધ્યાનો સમય અત્યંત શ્રેષ્ઠ છે. - શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ વિખરાઈ ગયેલ મૌલિક આત્મસ્વરૂપનું અનુસંધાન કરવા માટે પંચપરમેષ્ઠિ ભગવંતોના અપૂર્વ તાદાભ્યને પ્રાપ્ત કરવાનો હોય છે.
તે સંધ્યા શબ્દમાંથી ફલિત થતી સંધિકાળની અપૂર્વશક્તિનો લાભ મેળવવા સંધ્યાના સમય તરીકે નિયત સમય સવારના ૬, બપોરના ૧૨ અને સાંજના ૬ની આગળ-પાછળ ૨૪-૨૪ મિનિટ સુધી હોય છે, એટલે બને ત્યાં સુધી તો ૬-૧૨-૬નો જ સમય નક્કી રાખવો ઘટે. તે કદાચ ન સધાય તો ૨૪-૨૪ મિનિટ આગળ પાછળની જે છે તેમાંથી નિયત કરવો.
એટલે કે સૌથી શ્રેષ્ઠ જાપનો સમય સવારે છ વાગે, બપોરે બાર વાગે અને સાંજે છ વાગે જ્ઞાની ભગવંતોએ નિર્દેશ્યો છે.
ત્રણ સંધ્યાએ જાપનો સમય અનુકૂળ ન આવે તેમણે નીચેની વાત ધ્યાનમાં લેવી: શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ સવારે બ્રાહ્મમુહૂર્ત (પાછલી ચાર ઘડી રાત્રે)માં
ધર્મ અનુપ્રેક્ષા • ૧૮૯