________________
મર્યદાઓને ચોક્કસ રીતે લક્ષ્યમાં લઈ યથાશક્તિ તે મર્યાદાઓને જીવનમાં અપનાવવા માટે પ્રયત્ન કરવો.
જાપના મૌલિક તત્ત્વો
સામાન્યતઃ મંત્રશાસ્ત્રના નિયમ પ્રમાણે દરેક મંત્રોનું જુદા જુદા અનુષ્ઠાનના બળે વિવિધ શક્તિઓના અનુભવ માટે અમુક નિશ્ચિત આસન, દિશા, કાળ, માળા, મુદ્રા, આદિનું બંધારણ જરૂરી હોય છે, મંત્ર તેનો તે જ પણ બંધારણીય તત્ત્વ તરીકે જરૂરી આસન, માળા, દિશા આદિના ફેરફારથી મંત્રની શક્તિનો પ્રવાહ જુદી જુદી દિશાઓમાં ચોક્કસ રીતે વાળી શકાય છે.
મંત્રશાસ્ત્રના મૌલિક બંધારણની માર્મિકતા જાણનારાઓનું આ એક પરમ અનુભવ સત્ય છે.
આ ઉપરથી એમ પણ સ્પષ્ટ થાય છે કે જો નિશ્ચિત બંધારણની જાળવણી નહોય તો ગમે તેટલી શક્તિ મંત્રમાં હોય પણ ચોક્કસ ભૂમિકા વિના તે શક્તિનું અવતરણ શક્ય નથી.
તેથી શ્રીનમસ્કાર મહામંત્રના જાપ માટે-જાપથી ઉપજતી શક્તિઓના પ્રવાહને ઝીલવા સ્થિર થવા માટે નિયત બંધારણ આવશ્યક છે.
સર્વ મંત્ર, યંત્ર અને તંત્રોની અદ્ભુત શક્તિઓના મૂળકેન્દ્રરૂપે શ્રીનમસ્કાર મહામંત્રને “શ્રીમહાનિશીથસૂત્ર”, “શ્રીપ્રવચનસારોદ્વારં” “શ્રીનમસ્કાર મહામંત્રપંજિકા’ આદિ ગ્રંથોમાં વર્ણવ્યો છે અને “મંત્રાક્ષર માતૃકા” “વર્ણશક્તિ બીજ પ્રકાશ,” “મંત્રવ્યાકરણ” “મંત્રરત્ન મજૂષા” આદિ મંત્ર શાસ્ત્રોના મૌલિક ગ્રંથોના રહસ્યને વિચારતાં ખરેખર અનાદિ સિદ્ધ શ્રીનવકાર મહામંત્રમાં અલૌકિક શક્તિઓ હોય એ નિતાંત સંગત અને યથાર્થ લાગે છે.
તેથી અન્ય સામાન્ય મંત્રોની સાધના વખતે ચોક્કસ રીતે રખાતી આસન-દિશા, કાળ વગેરેની જાળવણી અને વિધિની મર્યાદા કરતાં પણ વધુ ચોકસાઈ ભરી રીતે વ્યવસ્થિત અમુક બંધારણની મર્યાદાના પાલન સાથે મહામંત્ર શ્રીનવકારનો જાપ કરવો જરૂરી છે.
શ્રીનમસ્કાર મહામંત્રના જાપની મર્યાદા
જાપ કરનારાઓએ નીચેની પાંચ બાબતો ખાસ લક્ષ્યમાં લેવી :
નિશ્ચિત સમય
નિશ્ચિત આસન
૧૮૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા