________________
માટે સત્કાર્યો પણ કરે છે, તથાપિ પુણ્યાનુબંધિ અને પાપાનુબંધી એવો ભેદ ન સમજવાને કા૨ણે સત્કાર્ય કરવામાં જરૂરી શુભભાવને (ચિત્તશુદ્ધિને) મહત્ત્વ આપી શકતા નથી; એથી એ સત્કાર્યથી બંધાયેલું પાપાનુબંધીપુણ્ય ઉદય વખતે પાપમિત્રનું કામ કરી આત્માને સવિશેષ દુઃખનું પાત્ર બનાવી મૂકે છે.
હવે સુમન ! તને સમજાશે કે સત્કાર્ય કરવાની જેટલી જરૂર છે તેટલી અથવા તો તેથી ઘણી અધિક જરૂ૨ ચિત્તશુદ્ધિની છે. ચિત્તશુદ્ધિ વિના કરેલું પુણ્યકાર્ય પણ પ્રાયઃ પાપમિત્રની ગરજ સારે છે, જ્યારે સંયોગ સામગ્રીના અભાવે કે પ્રતિકૂળતા પુણ્યકાર્ય ન કરી શકાય કે સદાચાર ન પાળી શકાય તો પણ ચિત્તશુદ્ધિના બળે પુણ્યકાર્યોની કે સદાચારોની અનુમોદના—પ્રશંસા કરવામાં આવે તો પણ તેથી બંધાયેલું પુણ્યાનુબંધીપુણ્ય ધર્મમિત્રનું કામ કરે છે.
સુમન ! જીવને ધર્મના પ્રારંભકાળે જ્યારે ક્ષમાદિ ધર્મો કે મૈત્રી આદિ ગુણો પ્રગટેલા ન હોય, વિષય-કષાયોનું આકર્ષણ હોય, અહંકાર-ઇર્ષ્યા-દ્રોહ વગેરે પાપોનું જોર હોય ત્યારે તો એ પાપવૃત્તિઓના નાશ માટે અને મૈત્રી આદિ શુભભાવોને પ્રગટાવવા માટે શિષ્ટાચારની પ્રશંસા અતિ અગત્યની છે, કારણ કે તેથી ચિત્તશુદ્ધિ સાથે પુણ્યનુબંધીપુણ્ય પ્રાપ્ત થાય છે.
સુમન ! શિષ્ટાચારોનું પાલન ગુણસ્વરૂપ છે અને ગુણની કે ગુણના લક્ષ્યથી કરેલી ગુણીની પ્રશંસાથી આત્મામાં ક્ષમાદિ ધર્મનાં બીજ વવાય છે. પછી તેના અંકુરરૂપે ચિત્તમાં જ્યારે મૈત્યાદિ ભાવો પ્રગટે છે, ત્યારે તે અનાદિ વિષયકષાયોના આકર્ષણરૂપ ચિત્તની મલીનતાને દૂર કરી ચિત્તશુદ્ધિ કરે છે. આ ચિત્તશુદ્ધિના બળે કર્તવ્યનિષ્ઠાથી કરેલાં નાનાં મોટાં લૌકિક સર્વકાર્યો શિષ્ટાચારરૂપ બની જાય છે અને સર્વ લોકોત્તર કાર્યો ધર્માચરણરૂપ બની જાય છે. આ શિષ્ટાચરણ અને ધર્માચરણથી બંધાતું પુણ્ય પુણ્યાનુબંધી બનવાથી તેના ઉદયે મળેલી ધન-શરીર-કુટુંબ વગેરે સઘળી સામગ્રી ધર્મસામગ્રી બની આત્માને જિનાજ્ઞાનો પાલક બનાવી ઉત્તરોત્તર પવિત્ર કરે છે.
એમ સુમન ! ધર્મના પ્રારંભ (આદિ) કાલથી માંડીને ધર્મની છેલ્લી—ઊંચી ભૂમિકાએ પહોંચતા સુધી સઘળી જીવનસામગ્રીને ધર્મસામગ્રી બનાવવા માટે અથવા લૌકિક-લોકોત્તર સર્વ પ્રવૃત્તિઓને ધર્મ સ્વરૂપ બનાવવા માટે પુણ્યાનુબંધીપુણ્યની આવશ્યકતા છે અને તે માટે શિષ્ટાચારની—સદાચારની પ્રશંસા જરૂરી છે.
સુમન ! દરિદ્રને પ્રથમ ધન મેળવવા માટે ધનિકની સેવા કે તેનું ધન વ્યાજે લઈ ધંધો કરવો પડે છે, તેમ ગુણદરિદ્ર–નિર્ગુણી આત્મા અન્ય ગુણવાનોની સેવા તથા ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૬૭