________________
પુત્રપુત્રીનો વર-કન્યા તરીકે સંબંધ તેના વાલીઓએ ધર્મબુદ્ધિએ કરવો. અર્થાત પોતાનાં સંતાન કામવાસનાથી પીડાઈને સ્વચ્છંદી ન બની જાય, કિંતુ વાસનાનો વિજય કરવાનું સત્ત્વ પ્રગટે અને તેના બળે દુરાચારથી બચી જીવનને પવિત્ર બનાવે એવી બુદ્ધિથી વિવાહ કરવો જોઈએ.
સુમન ! એ ઉપરાંત પણ વિવાહ કરવામાં બન્ને પક્ષની વૈભવ, વેષ અને ભાષાની સમાનતા, વર-કન્યાનાં ઉત્તમ લક્ષણો, અંગોપાંગની અવિકલતા, માતા-પિતા ધર્મગુરુ વગેરે પ્રત્યે કૃતજ્ઞતા, પૂજ્યભાવ, વિનય, આજ્ઞાધીનતા તથા વિદ્યા-વય વગેરે બીજા પણ ગુણો જોવા જોઈએ.
સુમન ! આ મર્યાદાપૂર્વક વિવાહ કરવાનાં લૌકિક લોકોત્તર વિવિધ ફળો નીતિશાસ્ત્રમાં તથા ધર્મશાસ્ત્રોમાં પણ વર્ણવેલાં છે. તેમાં મુખ્ય ફળ શુદ્ધ અર્થાત્ સદાચારિણી (પતિવ્રતા-સતી) પત્નીની પ્રાપ્તિ થાય તે છે. તેવી પત્નીથી સુજાતઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય તે એનું બીજું ફળ છે.અને એવા ઉત્તમ પરિવારથી ચિત્તપ્રસન્નતા, ઘરનાં કાર્યોમાં નિર્વિજ્ઞતા કુલાચાર તથા ધર્માચારનું રક્ષણ–પાલન વગેરે બીજા પણ ઘણા લાભો થાય છે.
તેમાં સુમન ! ઉત્તમ પુત્રથી માતા-પિતાદિને, જ્ઞાતિજનોને, સમગ્ર મનુષ્ય જાતિને અને દેવાદિ અન્ય ગતિવાળા જીવોને પણ કેવો લાભ થાય છે તે સમજવાની જરૂર છે પૂર્વે આપણે વિચાર્યું હતું કે સદાચાર એ વિશ્વના સર્વ જીવોનું અને વિશેષતયા મનુષ્યનું સાચું ધન છે. તેના રક્ષણ અને પાલનથી સર્વ જીવોનું હિત થાય છે. જીવનમાં ભોગોપભોગાદિ સામગ્રી ગમે તેવી અને ગમે તેટલી મળી હોય પણ તેનાથી સાચા સુખનો અનુભવ કરવો તે તો કોઈ જ્ઞાની વિરલ આત્મા કરી શકે છે. એ માટે આવડત જોઈએ છે અને એ આવડત ક્ષમાદિગુણ સ્વરૂપ–ધર્મરૂપ છે. આ ગુણોને પ્રગટાવવાનું, રક્ષણ કરવાનું કે વધારવાનું બળ સદાચારમાં રહેલું છે. સદાચારથી ન હોય તે ગુણો પ્રગટે છે, હોય તે સુદઢ અને વિશુદ્ધ બને છે અને ઉત્તરોત્તર વધતા જાય છે. આ સદાચારનો આધાર મુખ્યતયા મનુષ્ય જીવન છે. મનુષ્ય જેટલા સદાચારી દેવો પણ બની શકતા નથી..
એમ છતાં સુમન ! બધા જ મનુષ્યો સદાચારનું યથાર્થ કે સંપૂર્ણ પાલન કરી શકે તે શક્ય નથી. કોઈ ઉત્તમ કુલીન માતા-પિતાથી જન્મેલા પુણ્યવાન મનુષ્યો જ સાચા સદાચારી બની શકે છે. આવા એક સદાચારીથી હજારો લાખો કે તેથીયે અધિક જીવો સદાચારનો પાઠ શીખી શકે છે અને સદાચારી બની શકે છે.
સુમન ! શાલીભદ્રજી કે તેવા બીજા ધન્નાજી જેવા ઉત્તમ આત્માઓના જીવનને દૃષ્ટાન્ત બનાવીને આજ પૂર્વે લાખ્ખો જીવો દાનધર્મનું પાલન કરતા થયા છે. મહાત્મા સ્થૂલભદ્રજી, વિજય શેઠ અને વિજયા શેઠાણી, તથા સુદર્શન શેઠ વગેરે અને શ્રીમતી સીતાજી વગેરે અનેક મહાસતીઓના પવિત્ર બ્રહ્મચર્ય અને શીયલનું આલંબન લઈને
૧૭૦ • ધર્મ અનુપ્રેક્ષા