________________
આર્યજીવન વ્યવસ્થા-૧
(આ લેખથી માર્ગાનુસારીતાના ત્રીજા ગુણની અનુપ્રેક્ષા શરૂ થાય છે. આર્યકુળોની વિવાહવ્યવસ્થા આત્મવિકાસમાં કઈ રીતે સહાયભૂત થતી આવી છે તેમ જ થઈ રહી છે, તત્સંબંધી મનનીય નિરુપણ આ લેખમાં છે. સં.)
સુમન ! શિષ્ટાચારની પ્રશંસા પછી માર્ગાનુસારિતાના ત્રીજા ગુણમાં જ્ઞાનીઓએ આર્યકુળોની વિવાહવ્યવસ્થાનું પાલન કરવાનું કહ્યું છે. અર્થાત્ વિવાહ કરવો અનિવાર્ય બને તો પણ તે આર્યકુળોની વિવાહવ્યવસ્થાને અનુસરીને કરવો જોઈએ.
સુમન ! પહેલાં આપણે વિચાર્યું છે કે તત્ત્વથી ધન મેળવવાની બુદ્ધિ એ પાપ છે, તથાપિ ગૃહસ્થને ધન વિના વ્યવહારો ચાલે નહિ. એ કારણે જો લૌકિક વ્યવહારો અટકી પડે અથવા પરિણામે ધાર્મિક વ્યવહારોથી પણ વંચિત થવાનો પ્રસંગ આવે, તો ગૃહસ્થને ધન મેળવવું જોઈએ. પણ તે ન્યાયપૂર્વક મેળવવું જોઈએ કે જેથી સંસારવૃદ્ધિનું કારણ ન બને. સુમન ! ધન મેળવવામાં પણ ન્યાયનું પાલન કરવું તે ધર્મ છે અને તેથી તેને માર્ગાનુસારધર્મનો પ્રથમ પાયાનો ગુણ કહ્યો છે.
એ રીતે સુમન ! આર્યકુળોની વિવાહવ્યવસ્થા માટે પણ સમજવાનું છે. ચિંતામણી અને કલ્પવૃક્ષ વગેરેની ઉપમા પણ જેને ઓછી પડે તેવું મહામૂલ્ય મનુષ્યજીવન પામીને આત્માએ મુખ્યતયા બ્રહ્મચર્ય વગેરે આત્મગુણોની સિદ્ધિ કરવી જોઈએ. કારણ કે તેમાં જ માનવતાનું મૂલ્ય છે અને તે જ મનુષ્ય જીવનનું સાચું ફળ છે.
એમ છતાં સુમન ! સર્વ કોઈ મનુષ્યો તેવી યોગ્યતાને પામેલા જ હોય તેમ બને નહિ અને યોગ્યતાને પામેલા પણ સર્વ બ્રહ્મચર્યની સિદ્ધિ કરી જ શકે તે પણ નિયમ નહિ મોંઘા માનવજીવનને પામેલા પણ જીવોમાં ઘણા જીવો આત્મગુણનાં ઘાતક મોહનીયાદિ કર્મોથી ઘેરાયેલા હોય છે તેથી પાપને પાપરૂપે સમજવા છતાં છોડી શકતા નથી. - તેથી સુમન ! એવા જીવો પણ પાપક્રિયા કરવા છતાં પાપવૃત્તિના પોષક ન બને, પાપની પરંપરારૂપ અનુબંધને ન કરે, અને પરિણામે તે પાપક્રિયાથી છૂટવાનું સત્ત્વ કેળવે એવા શુભ આશયથી જ્ઞાનીઓએ પાપક્રિયા ન છૂટે તો પણ ધર્મની સિદ્ધિ કરી 'શકાય તેવો માર્ગ બતાવ્યો છે. એ માર્ગને શાસ્ત્રોમાં માર્ગાનુસારિતા નામનો ગૃહસ્થનો સામાન્ય ધર્મ કહેલો છે.
સુમન ! તેના ત્રીજા ગુણમાં બ્રહ્મચર્યના પાલનમાં અસમર્થ જીવ પણ ઉત્તરોત્તર કામવાસનાનો વિજય કરી બ્રહ્મચર્ય પાલનનું સત્ત્વ કેળવી શકે તે માટે વિવાહ કેવી રીતે કોની સાથે કરવો તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાની મર્યાદા એવી છે કે. જેઓ કુળ અને આચારથી સમાન હોય, અને ગોત્રથી ભિન્ન હોય તેવા ગૃહસ્થોના
ધર્મ અનુપ્રેક્ષા • ૧૬૯