________________
અગણિત આત્માઓ મૈથુનના પાપથી બચ્યા છે. એ રીતે મહાતપસ્વીઓના તપનું આલંબન લઈને અનેક આત્માઓ તપ દ્વારા સ્વ-૫૨ કલ્યાણ સાધી શક્યા છે અને શત્રુ પ્રત્યે પણ પરોપકાર કરવાની બુદ્ધિવાળા મૈત્રીઆદિભાવના ભંડારભૂત સમતાના સાગર ખંધકજી, ગજસુકુમાર, મેતારજ મુનિ, વગેરે મહાત્માઓના દ્રષ્ટાન્તને અનુસરીને અનેક જીવો મૈત્રીઆદિભાવોને અને ક્ષમાદિ ધર્મોને સિદ્ધ કરી શક્યા છે.
સુમન ! જેઓ તેવી દાનાદિની શક્તિ-યોગ્યતા પામ્યા નથી તેવા અનેક દેવો અને તિર્યંચો પણ તેવા સદાચારીઓની સેવાભક્તિ અને પ્રશંસા અનુમોદના વગેરેથી સ્વજીવનને ઊર્ધ્વગામી બનાવી શકે છે. એટલું જ નહિ નરકાદિગામી અન્ય જીવો પણ તેઓની દયાનું—અનુગ્રહનું પાત્ર બની વિશેષ દુઃખોથી દુર્ગતિથી બચી જાય છે. એમ એક સાચો ધર્મી—સદાચારી આત્મા વિશ્વનો ઉપકારી બની શકે છે.
એક સાચા સદાચારી મનુષ્યના આલંબનથી સમગ્ર માનવ જાતિને પણ કેટલા લાભ થાય છે તેનાં માતા-પિતાદિ કે જ્ઞાતિજનોને કેવા લાભ થાય છે તે તો તું સ્વયં સમજી શકે તેવું પ્રગટ છે.
સુમન ! આરોગ્ય માટે પથ્યાપથ્યનો વિવેક કરનારા મળી આવશે, ઉત્તમ ધાન્ય નીપજાવવા માટે બીજ અને ક્ષેત્રના ગુણો જોનારા ઘણા મળશે, રહેવાના મકાનમાં સુખી થવાના ધ્યેયથી તેના ગુણદોષને શોધનારા-સમજનારા પણ મળશે, ભાવી સુખ માટે શરીરના લક્ષણો વગેરેની આવશ્યકતા માનનારા જડશે, પણ એ સર્વથી અધિક જેની જરૂ૨ છે તેવા ગુણોના આધારભૂત ઉત્તમ સદાચારી સંતતીની પ્રાપ્તિ માટે વર-કન્યાના વિવાહની ઉત્તમકુળોની શાસ્ત્રીય મર્યાદાના મર્મને સમજનારા અને પાળનારા બહુ ઓછા મળશે.
સુમન ! પૂર્વકાળમાં આ મર્યાદાનું પાલન આર્યકુળોમાં સારું થતું હતું તેથી માનવજાતિની શ્રેષ્ઠતા અખંડ રહી શકી હતી. ઉત્તરોત્તર કાળની વિષમતા, જીવની નિઃસત્ત્વતા, વિકારનો આવેગ વધતાં ગયાં અને આત્મીય સુખનું લક્ષ્ય ઘટતું ગયું તેમ તેમ માનવજીવનની શ્રેષ્ઠતાના આધારભૂત વિવાહની આ મર્યાદાનું મૂલ્ય ઘટતું ગયું. એના પરિણામે આજે માનવતા ઘટી રહી છે, માનવ જીવન મળવા છતાં માનવતા અવિકસિત બની રહી છે અને એથી માત્ર માનવનું જ નહિ, વિશ્વના સઘળા જીવોનું હિત ઘવાઈ રહ્યું છે. આ બધું વિચારતાં તને સમજાશે કે આર્યકુળોની વિવાહવ્યવસ્થા કેટલી મહત્ત્વની છે, એનામાં આત્મવિકાસ કરવાની કેટલી શક્તિ છે અને તેથી એને સાચવવાની કેટલી અગત્યતા છે.
સુમન ! તત્ત્વથી અબ્રહ્મસેવન પાપ છે. પણ તેમાંથી છૂટવાનું સત્ત્વ આત્મામાં ન પ્રગટે ત્યાં સુધી માર્ગાનુસારિતાના આ ગુણની અતિ આવશ્યકતા છે. એના પાલનથી જે વિવિધ લાભો થાય છે તે અંગે વિશેષ વિચાર આપણે હવે પછી કરીશું.ધર્મમિત્ર, શ્રેયસ્.
ધર્મ અનુપ્રેક્ષા • ૧૭૧