________________
હિતનું અમૃત છે.
આ કા૨ણે સુમન ! આર્યકુળમાં જન્મેલા સૌ કોઈએ આર્યકુળોની વિવાહવ્યવસ્થાને અનુસરવું જોઈએ. એ વિવાહવ્યવસ્થા તેના પાલકને સંપૂર્ણ બ્રહ્મચારી બનાવવાની ક્ષમતા ધરાવે છે. આર્યકુળોમાં મળેલા જન્મને પણ પ્રાયઃ આર્ય આચારોના પાલનદ્વારા આત્મવિકાસ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી હોય તે સફળ કરી શકે છે, તેથી કલ્યાણના અર્થીએ આ વિવાહવ્યવસ્થાના પાલનપૂર્વક સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલનની યોગ્યતા—સત્ત્વ અને સામગ્રી પ્રાપ્ત કરવાના ધ્યેયથી વિષયોની પાશમાંથી છૂટવાનો અભ્યાસ કરવો જોઈએ.
સુમન ! બ્રહ્મચર્યપાલન માટેના આ અભ્યાસથી-પ્રયત્નથી જીવ પુણ્યાનુબંધી પુણ્યનો ભાગી બનીને એ પુણ્યના બળે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલનની યોગ્યતા, સત્ત્વ અને સામગ્રી પ્રાપ્ત કરી શકે છે અને પરિણામે સ્વ-પર કલ્યાણ સાધી શકે છે.
સુમન ! પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યનો આત્મહિતાર્થે સદુપયોગ કરી સફળ બનાવવાનું સ્થાન આર્યકુળો છે, ત્યાં જન્મ લેવાથી આર્ય આચારોના પાલનદ્વારા પુણ્યને સફળ કરતો જીવ ઉત્તરોત્તર આત્મવિકાસદ્વારા સ્વ-પર કલ્યાણ કરી શકે છે અને આર્યકુળમાં જન્મ ન મળવાથી, કે મળવા છતાં તે કુળના આચારોનું યથાયોગ્ય પાલન ન કરવાથી જીવ પૂર્વોપાર્જિત પુણ્યનો દુરુપયોગ કરી. પાપનો સંચય કરી, ભવચક્રમાં ભટકતો થઈ જાય છે.એમ મહામુશીબતે મળેલા માનવજન્મને દૂષિત કરી અનર્થની પરંપરા સર્જે છે.
સુમન ! મનુષ્યપણામાં અને ઉત્તમકુળોમાં જન્મ મળવો એ ઉત્તમ ગણાય છે, તેમ તેની જવાબદારીઓ પણ આકરી હોય છે. માનવજન્મની ઉત્તમતા તે જવાબદારીઓને પૂર્ણ કરવાથી અખંડ અને નિષ્કલંક રહે છે અને એથી જીવની યોગ્યતામાં પણ વધારો થાય છે. પુનઃ તેને વિશિષ્ટ અને પવિત્ર એવી જીવન સામગ્રીવાળો દેવ–મનુષ્યનો ભવ પ્રાપ્ત થાય છે અને ઉત્તરોત્તર આત્મા વિશુદ્ધ બનતો પરમપદનો અધિકારી થાય છે.
એ રીતે સુમન ! આ આચારના પાલનથી જીવને પોતાને લાભ થાય છે, પોતાના જીવનના પવિત્ર ઇતિહાસથી ભાવિ પ્રજાને પણ લાભ થાય છે અને સંતતિ થાય તો પણ માતા-પિતાના સદાચારનો વારસો પ્રાયઃ તેના જીવનમાં ઊતરે છે, તેથી
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૮૩