________________
તેના બળે માતા-પિતાદિના હિતમાં તે સદા તત્પર રહી સહાય કરે છે, પોતાના જીવનથી તે પણ અન્ય જીવોને સન્માર્ગમાં પ્રેરે છે અને એનો ઇતિહાસ પણ પુનઃ ભાવિ જીવોનું હિત કરે છે. એમ આ આચારના પાલનથી પોતાના આત્માનું હિત કરવાપૂર્વક માનવજન્મની ઉચ્ચતાની નિષ્કલંક રક્ષા થઈ શકે છે. જે સ્થાને પોતાનો જન્મ થાય તે સ્થાનને (કુળ-જ્ઞાતિ-ધર્મ વગેરેને) પોતાના જીવનથી દૂષિત ન કરતાં પવિત્ર બનાવવું, તેનું મહત્ત્વ વધારવું, એ જ તત્ત્વથી સદાચારી જીવન છે. એથી વિશ્વનું હિત થાય છે અને વિશ્વના હિતથી પોતાનું હિત થાય છે.
સુમન ! મારું મુખ્ય લક્ષ્ય તને પ્રત્યેક વાતમાં આચારનું મહત્ત્વ અને તેના પાલનની અનિવાર્યતા સમજાવવાનું છે તેથી વારંવા૨ એ વાતને કરું છું. કારણ કે પ્રત્યેક આચારના પ્રરૂપક કરુણા-સમુદ્ર અને વીતરાગ એવા નિષ્કારણ ઉપકારી અરિહંત દેવો છે, તેથી તેમણે પ્રરૂપેલા પ્રત્યેક આચારોમાં સમગ્ર વિશ્વનું હિત કરવાની શક્તિ છે. અને એ શક્તિ તે આચારના યથાર્થ પાલનદ્વારા અખંડ રહી શકે છે. તેથી સુખના અર્થી જીવનું કર્તવ્ય છે કે તે આચારના પાલનહારા સ્વ-૫૨ કલ્યાણ સાધે અને એ આચારોને લેશ પણ દૂષિત બનાવ્યા વિના ભાવિ જીવોને એનો ઉત્તમ વારસો આપે.
ધર્મમિત્ર, શ્રેયસ્.
‘સ્વ’ અને ‘પર' વચ્ચેનો ભાવાત્મક આંતરો–ભેદભાવ–જેના પ્રભાવે ઘટે તે પરોપકાર. એવા સર્વોચ્ચ પરોપકારનું મહાબીજ તે શ્રીનવકાર. એવા અનુપમ શ્રીનવકારમાં ભાવપૂર્વકનો પ્રવેશ થાય, એટલે આત્માનો અસલી ગુણ—સર્વજીવહિતચિંતા—જરૂર પ્રગટ થાય.
૧૮૪ • ધર્મ અનુપ્રેક્ષા