________________
તેનું પાલન કરતો નથી તે પોતાનો અને યાવત્ સમગ્ર વિશ્વનો પણ દ્રોહ કરે છે. એ જ તેના સંસાર પરિભ્રમણનું મૂળ કારણ છે. શાસ્ત્રમાં અસદાચારના ત્યાગને અને સદાચારના પક્ષને ધર્મ કહ્યો છે અને એની વિરુદ્ધ સદાચારના તિરસ્કારને અને અસદાચારના પક્ષને અધર્મ કહ્યો છે, તેનું રહસ્ય પણ આ જ છે.
સુમન ! મનુષ્યનું જીવન અન્ય સર્વ જીવોના જીવન કરતાં વધુ જવાબદારીવાળું છે, તેનું કારણ પણ એ જ છે કે તેના સારા નરસા આચરણની અસર અન્ય જીવોને મોટી થાય છે.
સુમન ! એ જ કારણે એક અસદાચાર તિર્યંચ સેવે, તેવો જ અસદાચાર મનુષ્ય સેવે તો તેને તિર્યંચ કરતાં પાપકર્મનો બંધ ઘણો મોટો થાય છે. દેવો અને નારકો માટે પણ તારતમ્ય છતાં એ જ ન્યાય કહ્યો છે. અર્થાત્ સમાન પાપ આચરવા છતાં તેનાથી મનુષ્યને જેટલો પાપકર્મનો બંધ થાય છે તેટલો, દેવોને તિર્યંચોને કે નારકોને થતો નથી.
સુમન ! માનવ જાતિમાં જન્મેલા માટે પણ આ ન્યાય છે. એક ઉચ્ચકુળને પામેલો—ઉત્તમ તરીકે પંકાયેલો મનુષ્ય જે પાપ કરે તેવું જ તે પાપ હલકા જીવનને પામેલો સામાન્ય મનુષ્ય કરે તો તેને સમાન શિક્ષા કે સમાન કર્મબંધ થતો નથી.
સુમન ! જેમ જેમ જીવન ઊંચું અને કીર્તિ વધારે તેમ તેમ તેના સારા નરસા કાર્યોથી તેને અને બીજાને પણ લાભ કે હાનિ મોટી. એક ચોર ચોરી કરે ત્યારે તેને જે શિક્ષા થાય છે તેનાથી કેઈ ગુણી અધિક શિક્ષા—દંડ વગેરે એક ન્યાયાધીશને નાનકડી લાંચ-રુશ્વત લેવાથી થાય છે.
સુમન ! એથી તને સમજાશે કે વિશ્વવ્યવસ્થાના ધોરણે ચારે ગતિમાં મનુષ્ય જીવનનું મૂલ્ય અને મહત્ત્વ ઘણું છે તો તેની જવાબદારી પણ ઘણી મોટી છે.અને તેથી વિશ્વવ્યવસ્થાના લૌકિક કે લોકોત્તર નાનામોટા કાનૂનો પૈકી જે જે કાનૂનો માટે પોતે પાળવાને જવાબદાર છે તે તે કાનૂનોને તેણે પૂર્ણ વફાદારીપૂર્વક પાળવા જાઈએ એથી વિરુદ્ધ તે તે કુટુંબ, જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વની એક વ્યક્તિ પણ એમાં ભૂલ કરે છે તો તે પોતાને, તે તે કુટુંબ, જ્ઞાતિ, સમાજ, રાષ્ટ્ર, અને યાવત્ વિશ્વને પણ હાનિ પહોંચાડે છે. આ હકીકતને સમજવા એક દૃષ્ટાંત છે તે સાંભળ !
શ્રીકૃષ્ણવાસુદેવની આયુધશાળામાં એક ચામડાની દેવાધિષ્ઠિત ‘ભેરી’ નામનું વાજિંત્ર (નગારું) હતું. તેને વગાડતાં એવો શબ્દ થતો કે તેને સાંભળવાથી
૧૭૮ • ધર્મ અનુપ્રેક્ષા