________________
કરત ? અથવા આપણે સુખના પ્રસંગે અહંકારથી બચીને સદાચારનું પાલન કઈ રીતે કરી શકત ? એમ સુખ-દુઃખનાં આકરાં આક્રમણોમાંથી આપણને બીજું કોણ બચાવી શકત ?
આજે મળેલો મનુષ્યભવ, આર્યદેશ, ઉત્તમકુળ, દીર્ઘઆયુષ્ય, થોડી ઘણી બુદ્ધિ, જ્ઞાન, વિવેક કે વિનય તથા આરોગ્ય અને જીવન માટે જરૂરી ધનસંપત્તિ ઉપરાંત આત્મહિતની પણ સામગ્રી વગેરે જે કંઈ સારું મળ્યું છે, તે પૂર્વે શિષ્ટાચારનું પાલન કરવાનો જ પ્રભાવ છે.
એ રીતે સુમન ! વર્તમાનમાં પણ આપણે શિષ્ટાચારની કૃપાથી જીવીએ છીએ. જો દુનિયામાંથી શિષ્ટાચારો મટી જાય અને દુરાચારોનું સામ્રાજય વર્તે તો એવો ઉલ્કાપાત પ્રગટે કે કોઈ સુખે ખાઈ પણ શકે નહિ. ત્રણે કાળમાં ત્રણે લોકમાં જેટલે અંશે શિષ્ટાચારનું પાલન નબળું પડે તેટલે અંશે દુઃખોની વૃદ્ધિ થાય છે.
સુમન ! આજનો માનવી જે વિવિધ કષ્ટો ભોગવી રહ્યો છે, તે કષ્ટો શિષ્ટાચારરૂપ કર્તવ્યપાલનની સ્વ-પરની જવાબદારીને ભૂલીને અસદાચારોનું સેવન કરવાનું પરિણામ છે. એમ છતાં સુમન ! અજ્ઞાન અને મોહની નાગચૂડમાં ફસાયેલો માનવી પોતાના પાલકનો દ્રોહી બને તેમ તે શિષ્ટાચારોનો વિરોધી બનતો જાય છે. તુચ્છ એવા કૃત્રિમ સુખના લેશની પાછળ ઘેલો બનીને તે પોતાના સાચા પાલક અને રક્ષક એવાં અહિંસા, સત્ય, નીતિ, બ્રહ્મચર્ય, શીયળ, ઔદાર્ય, પરોપકાર, દાન, દયા, ક્ષમા, વિનય, સરળતા, સંતોષ વગેરેનું અપમાન કરી રહ્યો છે, ઉપરાંત જીવનું સર્વસ્વ હરણ કરનારા અને દુઃખોની ખાડીમાં ફેંકનારા હિંસા, અસત્ય, અનીતિ, અબ્રહ્મ, લોભ, કાર્પણ્ય, ક્રોધ, કલહ, ઇર્ષ્યા, અસૂયા, અહંકાર, ફૂડ-કપટ અને ક્રૂરતા વગેરે અસદાચારોનો પક્ષકાર બની રહ્યો છે. તે કાળે તેને શિષ્ટાચારનું મહત્ત્વ સમજાવવા પ્રશંસા કરવી અને તેને સન્માર્ગે વાળવો તે અતિ આવશ્યક છે.
સુમન ! આ એક અટલ સત્ય છે કે જેમ જેમ શિષ્ટાચારોનું પાલન ઘટે-તૂટે તેમ તેમ દુઃખોની વૃદ્ધિ થાય ને જેમ જેમ શિષ્ટાચારનું પાલન વધે, સુદૃઢ બને, તેમ તેમ ચારે ગતિના જીવોનાં દુ:ખો ઓછાં થાય—સુખની વૃદ્ધિ થાય. કારણ કે બાહ્ય-અત્યંતર સર્વ સુખોની જનેતા શિષ્ટાચારની રક્ષા છે. માતા વિના પુત્ર ન જ જન્મે તેમ શિષ્ટાચારના પાલન વિના સુખ કદાપી ન મળે.
એમ સુમન ! ભવિષ્યનું સુખ પણ શિષ્ટાચારના પાલનથી જ મળી શકે છે. સુમન ! સર્વ જીવોના સુખને જોઈ પ્રસન્ન થવું એ પણ શિષ્ટાચાર છે. તેથી ૧૬૨ ૦ ધર્મ અનુપ્રેક્ષા