________________
અન્ય જીવોને સુખી જોવાની આપણી ભાવના ન જાગે કે તેઓનું સુખ આપણને ન ગમે ત્યાં સુધી આપણે કદાપી સુખી થઈ શકીએ નહિ. તેથી સર્વ સુખી થાય, તે માટે સર્વ સદાચારી બને, કોઈ પાપ ન કરે અને સર્વનાં દુઃખ નાશ પામે, એવી વૃત્તિ આપણે સેવવી જોઈએ. જ્યાં સુધી આ પરાર્થવૃત્તિ ન પ્રગટે ત્યાં સુધી આપણામાં રહેલા માનનો નાશ થાય નહિ.
સુમન ! અનુપકારવૃત્તિને પણ જ્ઞાનીઓ માન કહે છે. જીવમાં જ્યાં સુધી માન છે–અહંવૃત્તિ છે, ત્યાં સુધી સ્વાર્થવૃત્તિ રહે છે અને એ સ્વાર્થવૃત્તિના ફળરૂપે અનુપકારવૃત્તિ પ્રગટે છે. એથી ફળમાં હેતુનો ઉપચાર કરીને અનુપકારવૃત્તિને માન કહેલું છે.
સુમન ! એ આપણી અનુપકારવૃત્તિને-માનને દૂર કરવા માટે પણ જગતના જીવો સુખી થાય એવી પરાર્થવૃત્તિપૂર્વક તેઓને શિષ્ટાચારી બનાવવા શિષ્ટાચારની પ્રશંસા કરવી અનિવાર્ય છે.
સુમન ! મનુષ્યને મળેલી મન, વચન અને કાયારૂપ મૂલ્યવાન સામગ્રીનું અને તેની અચિંત્ય શક્તિનું કોઈ પણ તાત્વિક ફળ હોય તો તે ત્રણે યોગો દ્વારા શિષ્ટાચારનું પાલન અને પ્રશંસા કરવી તે છે. મનથી શિષ્ટાચારોનો પક્ષ કરવો, તેના પ્રત્યે આદરબહુમાન-પ્રીતિ સભાવ પ્રગટાવવો, વચનથી શિષ્ટાચારપાલનનાં ઉત્તમ ફળો અને તેના ઉપકારો વર્ણવવા તથા તેના પાલન વિના થતી બાહ્ય-અત્યંતહાનિ વગેરેનું વર્ણન કરી અન્ય જીવોને શિષ્ટાચારના પક્ષકાર બનાવવા ઉપરાંત કાયાથી પણ યથાશક્ય વિધિપૂર્વક શિષ્ટાચારનું પાલન કરવું. એમ મન, વચન તથા કાયા એ ત્રણ યોગોને શિષ્ટાચારના પાલન તથા પ્રચારમાં પ્રવર્તાવવા એ શિષ્ટાચારની ત્રિવિધ પ્રશંસા છે.
સુમન ! શિષ્ટાચારનો પક્ષ જાગ્યા વિના તેના લાભનું વર્ણન કરવું કે તેના પાલનનો ઉપદેશ કરવો તે શુષ્ક હોવાથી સાચી પ્રશંસારૂપ બનતો નથી. એ રીતે પક્ષ હોવા છતાં તેના પાલન વિના કરાતો ઉપદેશ પણ પ્રાય: બીજાને અસર ઉપજાવી શકતો નથી. તેથી શિષ્ટાચારની પ્રશંસા માટે સૌથી પ્રથમ તેના પ્રશંસકમાં શિષ્ટાચારનો પક્ષ પ્રગટવો જોઈએ. અને તેની સાથે યથાશક્ય પાલન પણ કરવું જોઈએ. જે જે આચારોનું પાલન ન કરી શકાય તે પણ કરવા માટેની શ્રદ્ધા હોવી જોઈએ, ઉપરાંત વચનથી તેની
૧. “હીતા નિરુપારિત્વ નિરવમાનતા વિનય પરાણપ્રચ્છનતા પતાપ માનધ્વનિનાગષિધીયને ' - ઉપદેશમાળા ગા. ૩૦૬ની શ્રીસિદ્ધર્ષિકૃત ટીકા.
ધર્મ અનુપ્રેક્ષા • ૧૬૩