________________
પ્રશંસા અને અસદાચારોની નિંદા કરવી જોઈએ. શિષ્ટાચારની પ્રશંસાનો આ ઉત્સર્ગ અથવા રાજમાર્ગ છે.
એમ છતાં સુમન ! એમાં એકાંત નથી. શિષ્ટાચારોનો પક્ષ કે પાલન ઇચ્છા માત્રથી શક્ય નથી. તે માટે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો તથાવિધ ક્ષયોપશમ પણ જરૂરી છે. એથી જેનામાં તેવો ક્ષયોપશમ ન પ્રગટ્યો હોય તેણે પણ તેની વાચિક પ્રશંસા કરવી જોઈએ. ઉપરાંત પક્ષ વિના પણ કુળાચાર કે કર્તવ્ય સમજીને પણ તેનું પાલન કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. એમ કરવાથી શિષ્ટાચારના પાલનમાં નડતાં વિરોધી કર્મો નબળાં પડે છે અને ક્ષયોપશમના પ્રમાણમાં શિષ્ટાચારપાલન પ્રત્યે આદર તથા પાલનનું સત્ત્વ પ્રગટે છે. એમ શિષ્ટાચારની માત્ર વાચિક પ્રશંસા પણ સ્વ-પર હિતકર બને છે.
સુમન ! “મહીનનો ચેન રતઃ સ સ્થાઃ' એ ઉક્તિને અનુસારે મનુષ્યનો એવો સ્વભાવ છે કે મોટા માણસો જે વર્તન કરે તેવું વર્તન કરવા તે પ્રેરાય છે. તેથી મનુષ્ય જેમ જેમ અધિક પુણ્યના બળે મહાન બનતો જાય તેમ તેમ સ્વ-પર હિતની દષ્ટિએ શિષ્ટાચારનું પાલન કરવાની તેની જવાબદારી વધતી જાય છે. તત્ત્વથી ઉંમર કે પ્રાપ્ત સંપત્તિ વગેરેના કારણે મનુષ્ય મોટો બનતો નથી, કિંતુ જેની શિષ્ટાચાર પાલનની જવાબદારી અધિક બને છે અને એ જવાબદારીને સમજીને જે તેનું પાલન કરે છે તે પુરુષ તત્ત્વથી મહાનું બને છે.
સુમન ! ચારે ગતિના જીવોમાં મનુષ્યભવની કિંમત અધિક છે તે મનુષ્યની શિષ્ટાચારપાલનની જવાબદારીને કારણે છે. મનુષ્યમાં પણ જે ઉચ્ચકુળ વગેરે પામ્યો છે, તેની જવાબદારી અન્ય મનુષ્યોની અપેક્ષાએ અધિક છે અને તેમાં પણ સર્વજગતનું કલ્યાણ કરનાર વીતરાગનું શાસન જેને મળ્યું છે, તે સર્વ ધર્મીઓ કરતાં અધિક પુણ્યવાન હોવાથી શિષ્ટાચાર પાલનની અને પ્રચારની જવાબદારી તેની ઘણી વધારે છે. એ કારણે જૈનદર્શનમાં શ્રાવકના અને સાધુના આચારોના પાલન ઉપર ઘણો ભાર મૂકાયો છે.
સુમન ! વાચકપ્રવર શ્રીઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ જેવા ગંભીર અને સર્વમાન્ય ગ્રંથની આદિમાં “સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ :” એ સૂત્રથી જે મંગળ કર્યું છે અને સમ્યગ્દર્શન જ્ઞાન તથા ચારિત્રાની જે ઉપાદેયતા જણાવી છે, તેની સાથે . શિષ્ટાચારપાલનનો અને પ્રશંસાનો કેવો ગાઢ સંબંધ છે, તે હવે પછી વિચારીશું.
ધર્મમિત્ર, શ્રેયસુ.
૧૬૪ • ધર્મ અનુપ્રેક્ષા