________________
ઉદય અનુસાર પ્રાપ્ત થયેલી ભૂમિકાને અનુરૂપ કર્તવ્યો કરવાં એ ઔષધ છે અને તેમાં દીનતા કે “અહંકારને વશ ન થવું એ પરેજી છે. માટે તે ઔષધ અને પરેજીદ્વારા રોગમુક્ત થવું એમાં આત્માનું હિત છે. સકળ શાસ્ત્રોપદેશનો સાર પણ એ જ છે અને તેથી કવિવર પંડિત શ્રીવીરવિજયજી મહારાજ બહુસાદા શબ્દમાં કહી ગયા છે કે
બંધ સમય ચિત્ત ચેતીયે, ઉદયે શો સંતાપ સલુણા,
શોક વધે સંતાપથી, શોક નરકની છાપ સલુણે.”—બંધ. સુમન ! જ્ઞાની ભગવંતોએ આ કારણે જ કર્માનુસાર પ્રાપ્ત થયેલા અનિષ્ટ ભાવોને દૂર કરવાની ચિંતાને, તે ભાવો ન આવે તેની ચિંતાને તથા ઈષ્ટ પ્રાપ્ત કરવાની કે પ્રાપ્ત થયેલું હોય તે ચાલ્યું ન જાય તેની ચિંતાને આર્તધ્યાન તથા તેના ઉપાયો ચિંતવવા તેને રૌદ્રધ્યાન કહ્યું છે અને તે બંને ધ્યાનો નહિ કરવાનું ઉપદેશ્ય છે.
સુમન ! વાતનો સાર એ છે કે તત્ત્વથી જીવે નવાં કર્મોનાં બંધનો વધારવા ન જોઈએ. બાંધેલાં કર્મોને તો તેના ઉદયને અનુસાર પ્રાપ્ત થયેલી અવસ્થાને ઉચિત કર્તવ્યપાલન કરવાથી જ તોડી શકાય છે, માટે તે કર્તવ્યપાલનને શિષ્ટાચાર કહ્યો છે.
- સુમન ! એ રીતે મધ્યસ્થભાવે વિચારતાં સમજાશે કે લોકાચારો કે કુળધર્મો જીવનું હિત કરનારા છે. એટલું જ નહિ સુમન ! તે તે કુળધર્મોને અનુસરવાનું સત્ત્વ પણ જીવમાં તે તે કુળના નિમિત્તે પ્રગટે છે. દરિદ્રતા કે હલકું કુળ વગેરે અધિક પુણ્યવાળા જીવોની સેવા કરવાની તથા શ્રીમંતાઈ કે ઉચ્ચકુળ વગેરે અલ્પપુણ્યવાળા કે દીનદુ:ખી નિષ્ણુણ્યક જીવોની રક્ષા કરવાની પ્રેરણા આપે છે, શક્તિ આપે છે અને નિષ્ઠા પ્રાપ્ત કરાવે છે.
સુમન ! તેના કુળના બળે ભંગી સૂગ કે સંકોચ વિના ગટરો સાફ કરી શકે છે, એ રીતે ક્ષત્રિયકુળના બળે ક્ષત્રી કર્તવ્યનિષ્ઠ બનીને દુઃખીયાઓની રક્ષા કરી શકે છે. નિર્ધન વગેરે પણ નિર્ધનતાના બળે લક્ષ્મીવંત વગેરેનો વિનય વગેરે કરી શકે છે અને શ્રીમંત પણ શ્રીમંતાઈને બળે દીન દુઃખીયાઓનાં દુઃખ ટાળવાની કે હળવાં કરવાની વૃત્તિ તથા તદનુરૂપ પ્રયત્નો કરી શકે છે. * સુમન ! એ રીતે કૌટુંબિક આચારો પણ પોતાના વૃદ્ધોની સેવા અને સ્ત્રી-પુત્રાદિ આશ્રિતોની રક્ષા શીખવે છે. એક જીવનની વિવિધ અવસ્થાઓ પણ એ જ શિક્ષણ આપે છે. બાલ્યાવસ્થા સેવા-વિનય વગેરેથી અને યૌવનાદિ અવસ્થાઓ વધારામાં આશ્રિતોની રક્ષાથી કૃતાર્થ થાય છે.
સુમન ! એ રીતે લોકાચારો, કુળધર્મો અને બીજા પણ શિષ્ટાચારી જીવને સેવા અને રક્ષાનું શિક્ષણ પ્રેરણા તથા સત્ત્વ આપી તેના કર્તવ્યોમાં નિષ્ઠ બનાવે છે અને એ
ધર્મ અનુપ્રેક્ષા • ૧૫૯