________________
પિતા કે ધર્મગુર્નાદિની સેવા કરે અને પ્રજાનું રક્ષણ કરવાનું છોડી દે તો તે પણ રાજ્યધર્મને ચૂકે છે. એક પત્ની પણ માત્ર પુત્રાદિનું રક્ષણ કરે, પતિ વગેરેની સેવા ન કરે, અથવા પતિ વગેરે વડીલોની સેવા કરે પણ પુત્રાદિનું રક્ષણ ન કરે તો તે પોતાના સ્ત્રીધર્મને ચૂકે છે. એક ગુરુ પણ શિષ્યાદિની રક્ષા છોડીને કેવળ ગુર્નાદિની સેવા કરે, કે દેવ ગુર્વાદિ વડીલોની સેવા છોડીને કેવળ શિષ્યોને સંભાળે, તો તે પણ પોતાનો ધર્મ ચૂકે છે.
એ રીતે સુમન ! મનુષ્ય જીવનને પોતાથી નીચેની કક્ષાના જીવોની રક્ષા અને વિશિષ્ટ પુણ્યવંતોની સેવા કરીને જ કૃતાર્થ કરી શકાય છે.
સુમન ! આર્યદેશમાં પ્રાપ્ત થતા આર્યકુલોના આચારોમાં પૂર્વબદ્ધ અશુભકર્મોને ખપાવવાની અને વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન કરાવવાની વ્યવસ્થા છે અને એ આચારો સૌ પોતાના કર્માનુસાર યથાયોગ્ય પાળી શકે એ માટે તેમાં વર્ણવ્યવસ્થા પણ જીવંત છે. તે તે વર્ણમાં જન્મ પામીને પોતાનાં શુભાશુભ ઉદયમાં આવેલાં કર્મોને અનુસરતું જીવન જીવી આત્માનો વિકાસ સાધી શકે છે, માટે શાસ્ત્રકારોએ લોકાચારને અનુસરવું, કુળધર્મનું પાલન કરવું એને પણ શિષ્ટાચારો કહ્યા છે.
સુમન ! એક ભંગી પાસે ગટરને સાફ કરાવવાનો આપણે ભાવ કે હક્ક ન કરી શકીએ, પણ તે ગટરોને સાફ કરે તેને અયોગ્ય ન માની શકીએ. એને યોગ્ય બદલો આપીને તેનું હિત થાય તે રીતે તેના કર્તવ્યમાં તેને નિષ્ઠ બનાવીએ તો તે આપણે માટે અયોગ્ય નથી. કારણ કે પૂર્વ જન્મોમાં તેણે તેવું કર્મ બાંધેલું હોવાથી આજે તેને ભંગીનું કુળ મળ્યું છે. તેમાંથી મુક્ત થઈ ઉત્તમ કુળમાં જન્મ લેવાની યોગ્યતા દીનતા વિના એ કર્તવ્ય બજાવવાથી તેને પ્રાપ્ત થાય છે.
સુમન ! અન્ય વર્ણોના આચારો અંગે પણ આજ ન્યાય સમજવાનો છે.
સુમન ! ધર્મમહાસત્તાના નિયમોનું પાલન કરાવનારી કર્મસત્તાને વશ જીવા પોતાની યોગ્યતાને અનુરૂપ ભૂમિકાએ ઉપજે છે અને તે ભૂમિકાને ઉચિત કર્તવ્યો કરવાથી તે દુઃખ મુક્ત થઈ શકે છે. પણ અજ્ઞાન જીવ મોહને વશ થઈ તે તે ઔચિત્યનું પાલન કરતો નથી, તેથી તેનું દુઃખ ટળતું નથી. જ્ઞાનીઓએ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને દુષ્ટ કહ્યાં છે તેનું કારણ પણ એ જ છે.
સુમન ! એનો અર્થ એ નથી કે કર્મસત્તાને ઉપાદેય માનવી. તત્ત્વથી કર્મ બંધનરૂપ છે, આત્માની સ્વતંત્રતામાં બાધક છે, પણ ઔષધ દુઃખદાયી છતાં રોગી અવસ્થામાં તેનો ઉપયોગ કરવાથી અને પરેજી પાળવાથી રોગમુક્ત થઈ શકાય છે માટે તે આવશ્યક છે, તેમ આત્માના ભાવરોગરૂપ કર્મોને નાશ કરવા માટે તે તે કર્મોના
૧૫૮ • ધર્મ અનુપેક્ષા