________________
એક શ્રીમંત પોતાનો સામાન મજૂર પાસે ઉપડાવે છે, તો તે અનુચિત મનાતું નથી, ન ઉપડાવે તો લોકદષ્ટિએ અનુચિત છે અને લોકમાં અપવાદરૂપ બને નહિ તેમ વર્તવું એ શિષ્ટાચાર કહ્યો છે, એથી તેણે પોતાનો સામાન મજૂર પાસે ઉપડાવવો એ કર્તવ્ય ગણાય છે.
સુમન ! સ્થૂલ દૃષ્ટિએ તો આ વ્યવહાર અનુચિત લાગશે, પોતાનું કાર્ય બીજા પાસે કરાવવું તે ઉચિત નથી, છતાં એવા કેટલાય વ્યવહારો છે કે જેમાં પોતાનું કામ બીજા પાસે કરાવાય છે, ન કરાવે તો અનુચિત ગણાય છે. ત્યારે તેમાં કંઈક રહસ્ય છે અને તે આપણે શોધવું જોઈએ.
શ્રીમંત બીજા પાસે બોજો ઉપડાવે અને મજૂર તેનો બોજો ઉપાડે તેમાં બન્ને શિષ્ટાચારનું પાલન કરે છે. બોજો ઉપડાવનાર શ્રીમંત જો વિશ્વવ્યવસ્થાને, તેની સંચાલક ધર્મ મહાસત્તાને અને તે મહાસત્તાના નિયમોરૂપ શિષ્ટાચારને તથા તેના રહસ્યને સમજેલો હોય અને તેથી જે મજૂર પાસે પોતાનો બોજો ઉપડાવે છે તેમાં તેની દરિદ્રતાનું તથા તેને હલકી મજૂરની અવસ્થા પ્રાપ્ત થવાનું જે મૂળ કારણ છે તેને દૂર કરવાનું ધ્યેય હોય, પોતાની સુખશીલતાને પોષવાની વૃત્તિ કે શ્રીમંતાઈનો ગર્વ-અહંકાર ન હોય, મજૂર પ્રત્યે પણ તિરસ્કારવૃત્તિ ન હોય, પરોપકારની ભાવના હોય, તો તે શિષ્ટાચાર બને છે. કારણ કે બોજો ઉપડાવવામાં પોતાના સ્વાર્થને બલે તે મજૂરે અજ્ઞાન અને મોહથી પૂર્વે તેને મળેલી સંપત્તિ, જાતિ, કુળ, ઐશ્વર્ય વગેરેનો અહંકાર કરીને, કે બીજી કોઈ રીતે તેનો દુરુપયોગ કરીને, અથવા તેવા પુણ્યને પામેલા શ્રીમંત જાતિવંત કુલીન વગેરેની ઇર્ષ્યા કરીને, નિંદા કરીને કે ધન વગેરે ઇષ્ટ વસ્તુઓને મેળવવા માટે અન્યાય અનીતિનો આશ્રય કરીને, શિષ્ટાચારનો ભંગ કરીને, અથવા જે જે વર્તનથી ભવિષ્યમાં દરિદ્રતા, હલકું કુળ વગેરે મળે તેવું કોઈ પણ વર્તન કરીને પોતાને દરિદ્રતા પ્રાપ્ત કરાવનારું જે પાપકર્મ બાંધ્યું છે, તે કર્મને અને અવૃત્તિને દૂર કરાવી વિનય શીખવવાનું અને સુખી કરવારૂપ પરોપકારનું ધ્યેય છે તેથી બીજાને કષ્ટ આપવારૂપે અનુચિત નહિ, પણ પરોપકાર કરવારૂપ તે શિષ્ટાચાર કહ્યો છે.
એ રીતે સુમન ! તે મજૂર પણ વિશ્વવ્યવસ્થાને, ધર્મમહાસત્તાને અને તેના શાશ્વત નિયમોરૂપ આર્યઆચારોને-કર્તવ્યોને સમજે અને તેથી પૂર્વે મેં ધર્મમહાસત્તાની વિશ્વ વ્યવસ્થાનો ભંગ કરવારૂપ—તેના નિયમોરૂપ આચારોનું પાલન કરવામાં કરેલી ભૂલના ફળરૂપે આ રિદ્રતા, હલકું જીવન વગેરે મને મળ્યું છે, માટે તેના પ્રાયશ્ચિત્તરૂપે વર્તમાનમાં મારી અવસ્થાને ઉચિત શ્રીમંતની સેવાદ્વારા તે ભૂલ મારે સુધારવી જોઈએ, મારા અહંકારને તજવો જોઈએ, દીનતા તજીને કર્તવ્ય બજાવવું જોઈએ, નીતિપૂર્વક બીજાની સેવા-મજૂરી કરવી જોઈએ, એમ સમજી મજૂરી કરવારૂપ કર્તવ્યપાલન કરે તો ૧૫૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા