________________
કૃતઘ્નતા દોષ સહજમળની વૃદ્ધિ કરે છે. પરાપકારની વૃત્તિ ભવ્યત્વભાવનો વિકાસ થતાં અટકાવે છે. મુક્તિગમનની યોગ્યતા એટલે સ્વાર્થવૃત્તિમાંથી મુક્ત થવાની યોગ્યતા અને તે પરોપકારપરાયણતાથી વિકસિત થાય છે. સ્વાર્થવૃત્તિમાંથી પરા૫કા૨૫રાયણતા જન્મે છે અને તે જીવના નિર્મળ સ્વભાવને પ્રગટ થતાં અટકાવે છે. જીવનો નિર્મળ સ્વભાવ પ્રાપ્ત કરવા માટે, પરોપકારપરાયણ થવું જોઈએ. અને પરોપકારપરાયણ થવા માટે કૃતજ્ઞતા ગુણને વિકસાવવો જોઈએ. બીજાથી થયેલા પોતાના ઉપરના ઉપકારોનું જ્ઞાન થયા વિના થતી પરોપકાર ક્રિયા અહંકારભાવ અને સ્વાર્થભાવને પોષે છે. તેથી સ્વાર્થનું વિસર્જન થવાને બદલે ઉલટું દઢીક૨ણ થાય છે. મેં પારકા ઉપર ઉપકાર કર્યો એ વિચાર જ હું પણાને મજબૂત કરનાર છે. તેથી ‘હું’પણામાંથી છૂટવા માટે પરોપકારભાવ કૃતજ્ઞતાગુણમાંથી પ્રગટેલો હોવો જોઈએ. મારા ઉપર સર્વના ઉપકારો થઈ રહ્યા છે. તેના સમ્યજ્ઞાનમાંથી થતો પરનો ઉપકાર– પરનું કાર્ય એ અહંકારપોષક નહિ બને, પણ નમસ્કારપોષક બનશે, જેટલા ઉપકાર પરના મારા ઉપર થઈ રહ્યા છે, તેનો એક અંશ પણ પ્રત્યુપકાર મારાથી થઈ શકતો નથી એવો સ્પષ્ટ ખ્યાલ તેને ૨હેશે. અને તે નમસ્કારપોષક બનશે. ‘કૃતજ્ઞતા' પરના ગુણનું સતત સ્મરણ કરાવનાર હોવાથી સ્વાર્થના વિસ્મરણમાં ઉપકારક થાય છે અને પરોપકારના કાર્યમાં પ્રવેશ પામતાં અહંકારભાવને રોકનાર થાય છે. સહજમળ એટલે અનાદિ સ્વાર્થવૃત્તિને પોષક મળ, તે સ્વાર્થવૃત્તિ પરાર્થવૃત્તિથી જીતાય છે. પરાર્થવૃત્તિ બે પ્રકારની છે. એક બીજાએ કરેલા ગુણોની સ્મૃતિથી થતી નમ્ર વૃત્તિ અને બીજી બીજાના ઉપકાર ઉપર પ્રતિ-ઉ૫કા૨ ક૨વારૂપ પોતાના કર્તવ્યના સ્મરણથી ઉત્પન્ન થતી ઉદારવૃત્તિ. ઉદારતા સ્વને ભૂલાડવારૂપ છે અને નમ્રતા પરને યાદ રાખવારૂપ છે. સ્વને ભૂલવા માટે પરાર્થતા અને પરને યાદ રાખવા માટે કૃતજ્ઞતા અનુક્રમે ભવ્યત્વનો પરિપાક કરે છે અને સહજમળનો હ્રાસ કરે છે. સહજમળનો નાશ કરવા માટે નમ્રતા અને ભવ્યત્વનો પરિપાક કરવા માટે ઉદારતા અનિવાર્ય છે. તે બંને ગુણોનું સેવન એક સાથે નમસ્કારના પ્રથમપદના આરાધનથી થાય છે. ‘નમો’ એ કૃતજ્ઞતાનું અને ‘રિહંતાળ’ એ ઉદારતાનું પ્રતીક છે.
૫૨નો ગુણ સ્વીકારવાથી યોગ્યતા વિકસે છે. પ૨ને ગુણ કરવાથી અયોગ્યતા નાશ પામે છે. યોગ્યતા વિકસવાથી તથાભવ્યત્વનો પરિપાક થાય છે અને અયોગ્યતા જવાથી સહજમળનો હ્રાસ થાય છે. નવકારમાં ‘નમો' પદના સ્મરણથી પરના ગુણનો સ્વીકાર થાય છે અને ‘અરિહંતાણં’ પદના સ્મરણથી પરને ગુણ કરવાની વૃત્તિ થાય છે,
૯૨૦ ધર્મ અનુપ્રેક્ષા