________________
હોય, તો તેનું કારણ તે તેના સાધકમાં નમસ્કારભાવને પ્રગટ કરે છે તે છે.
સુમન ! ઔષધને આપણે રોગ નિવારણ માટે જરૂરી માનીને તેની માત્રામાં લઈએ છીએ અને લેતી વેળા પણ તેનાથી છૂટવાની વૃત્તિ અખંડ રાખીએ છીએ. એ નીતિ ધન મેળવવામાં પણ રાખવી જોઈએ. જીવનનિર્વાહ માટે ધનને અનિવાર્ય સમજીને તે જરૂર પૂરતું મેળવીએ અને મેળવતી વેળા પણ તેનાથી છૂટવાની વૃત્તિ રાખીએ તો અન્યાયથી બચી શકીએ.
પણ સુમન ! મમતાના કારણે આપણી જરૂરીયાતોને કલ્પવામાં પણ આપણે અન્યાય કરતા હોઈએ છીએ. અહંભાવને વશ થઈ, “અમુક તો જોઈએ જ, અમુક વિના તો ન જ ચાલે એવી માન્યતા બાંધી આપણા પુણ્યથી પણ અધિક સુખ મેળવવા જ્યારે વલખાં મારીએ છીએ ત્યારે બહુધા આપણે સ્વ-પરને અન્યાય કરતા હોઈએ છીએ. અને છતાં આપણી કલ્પેલી ખોટી જરૂરીયાતોના બહાના નીચે એને ન્યાય માનીને-કર્તવ્ય સમજીને એ ચલાવ્યા કરીએ છીએ.
સુમન ! તત્ત્વથી તો માનવ પોતાનાં બાંધેલાં શુભ-અશુભ કર્મોને ભોગવી શકે, સુખ અને દુઃખમાં અહંકાર કે દીનતા વિના જીવી શકે, તેવું શરીર વગેરે તેને મળ્યું હોય છે. માનવનું શરીર પ્રાયઃ એવું હોય છે કે તેને ઓછું કે વધારે, સાદું કે પૌષ્ટિક જે જેટલું આપીયે તેમાં તે ટેવાય છે અને નિર્વાહ કરી લે છે, પણ મોહમૂઢ મન તેમાં માનતું નથી. ગમતું મળવાથી અહંકાર અને ગમતું ન મળવાથી કે અણગમતું મળવાથી દીનતા કરીને તે અન્યાયને માર્ગે જાય છે. આપણી એક માન્યતા છે કે શરીરને અનુકૂળ આહારાદિ મળે તો આરોગ્ય સચવાય, પણ આ માન્યતા અધૂરી છે. ઘણા ભાગે અહંકાર કે દીનતાના અર્થાત્ યથેચ્છ ભોગોને ભોગવવાના મનના વિકલ્પો રોગને પ્રગટાવવામાં વિશેષ ભાવને ભજવે છે. સંતોષી સદા સુખી એ લોકોક્તિમાં આ તત્ત્વ છૂપાયેલું છે છતાં આપણે તેને સમજતા નથી, તેથી મનના વિકલ્પોને શાન્ત કરવાને બદલે ઉલટા તેવા પ્રસંગે વધારી મૂકીએ છીએ અને એમ કરીને અધિક અધિક આપત્તિને નોંતરીએ છીએ. - સુમન ! અનુકૂળતા-પ્રતિકૂળતા એ માત્ર માનસિક મોહજન્ય વિકલ્પો છે, તત્ત્વથી સત્ય નથી. આપણે જાણીએ છીએ કે એક કાળે વિપુલ સુખ સામગ્રી ભોગવનાર પણ પરિસ્થિતિ પલટાતાં પૂર્વની સ્થિતિને ભૂલીને નોકરી પણ પ્રસન્નતાથી કરી શકે છે. એક કાળે નોકરોના બળે જીવનાર નોકરી મળતાં પ્રસન્ન થઈ જાય છે. લેશ પણ ગરમી કે સંકડાશને ઘરમાં નહિ ચલાવી લેનાર પ્રસંગે સખત ભીડમાં ઊજાગરો કરીને ઊભા પગે
ધર્મ અનપેક્ષા • ૧૨૭