________________
શિષ્ટાચાર પ્રશંસા-૨
(માર્ગાનુસારિતાનાં બીજા ગુણરૂપ “શિષ્ટાચારપ્રશંસાના “શિષ્ટ' શબ્દની અંશથી પણ જે સ્પષ્ટતા આ લેખમાં થઈ છે તે શિષ્ટપુરુષોના ઉપકારના સ્વીકારરૂપ કૃતજ્ઞતા અને ભક્તિરૂપ વિનય સંબંધી અગત્યની તાત્ત્વિક સામગ્રી પૂરી પાડે છે. સં.)
સુમન ! ન્યાયસંપન્નવૈભવ શિષ્ટાચારના પાલનથી પ્રાપ્ત થાય છે. અથવા ન્યાયસંપન્નવૈભવનું ફળ શિષ્ટાચારની પ્રાપ્તિ છે. માટે માર્ગાનુસારિતાનો બીજો ગુણ શિષ્ટાચારની પ્રશંસા કહ્યો છે. તેમાં શિષ્ટાચારના પાલનરૂપ આચારધર્મનું મહત્ત્વ કંઈક માત્ર ગઈ વખતે તને જણાવ્યું હતું. તેનું ચિંતન તે કર્યું હશે અને આચારધર્મ એ જીવોનું સર્વસ્વ છે. એ તત્ત્વ તને સમજાયું હશે.
સુમન ! દેવદુર્લભ માનવજીવનની સફળતા સર્વજીવોના એક માત્ર પ્રાણાધારરૂપ આચારધર્મની રક્ષામાં છે કારણ કે પ્રત્યેક સદાચારમાં જીવોનું કલ્યાણ કરવાની અચિંત્ય શક્તિ છૂપાયેલી છે અને તેથી સદાચારનો રક્ષક યા પાલક તત્ત્વથી અન્યજીવોનું કલ્યાણ કરે છે. એ જ તેનું મોટામાં મોટું અને શ્રેષ્ઠ કર્તવ્ય છે. મોટો ઉપકાર છે.
સુમન ! આજે આપણે શિષ્ટાચારનું મહત્ત્વ સમજવા માટે “શિષ્ટ' અંશનો વિચાર કરીશું અહીં “શિષ્ટ' એટલે જેઓએ સદાચારી અને જ્ઞાનવૃદ્ધ (વિશિષ્ટ અનુભવી) એવા ગૃહસ્થ વડીલો જેવા કે માતા-પિતા વિદ્યાગુરુઓ કે જ્ઞાતિ-સમાજ વગેરેના અગ્રેસરો પાસેથી, તથા ત્યાગી વિરાગી જ્ઞાની પરહિતકારી એવા ધર્મગુરુઓ પાસેથી, તેઓનો વિનય અને સેવા કરવાપૂર્વક હિતશિક્ષા પ્રાપ્ત કરી હોય તેવા પુરુષો. આવા પુરુષોએ સદાચારનો વારસો મેળવ્યો છે અને પોતાની પછીના જીવોને આપ્યો છે. એમ સર્વ જીવોના સુખના એક અનન્ય સાધનરૂપ સદાચારોનો પ્રવાહ અખંડ વહેવડાવવામાં આ શિષ્ટ પુરુષોનો અમૂલ્ય ફાળો છે. - સુમન ! શ્રીજિનેશ્વરદેવો સુખ પ્રાપ્તિના ઉપાયોનો ઉપદેશ કરે છે. તેને શિષ્ટપુરુષો ઝીલે છે અને તેનું યથાશક્ય પાલન કરવા પૂર્વક અન્ય જીવોને વારસારૂપ આપે છે. એ રીતે શિષ્ટાચારનું અસ્તિત્વ શિષ્ટપુરુષોને આભારી છે, તેથી શિષ્ટાચારનું જેટલું મહત્ત્વ છે તેટલું કે અપેક્ષાએ તેથી પણ અધિક મહત્ત્વ શિષ્ટ પુરુષોનું છે. તેઓનો જગત ઉપર આ અસાધારણ ઉપકાર છે કે તેઓએ શિષ્ટાચારનું દાન કર્યું છે. આપણે સૌ
ધર્મ અનુપ્રેક્ષા ૧૪૩