________________
શિષ્ટાચાર પ્રશંસા-૩
(શિષ્ટાચારના દાનની વિશદ છણાવટવાળો આ પત્ર-લેખ દાનની ભાવનાને પકવવામાં આધ્યાત્મિક દરજ્જાની ઉષ્માતુલ્ય છે. આ લેખને ભાવપૂર્વક વાંચવા-વિચારવાની વિનંતી છે. સં.)
સુમન ! જીવનના અનાદિ કુતૂહલપ્રિય સ્વભાવને કારણે તેને શિષ્ટાચારનું પાલન દુષ્કર કે દુઃખદ લાગે એ સંભવિત છે, છતાં શિષ્ટાચારની જીવનમાં એટલી મોટી આવશ્યકતા છે કે તેના પાલન વિના મનુષ્ય આ જન્મમાં પણ શારીરિક-માનસિકઆર્થિક-સામાજીક વગેરે સુખોની સામગ્રી મળવા છતાં તેનો આનંદ અનુભવી શકે તેમ નથી, પછી લોકોત્તર સુખની પ્રાપ્તિ તો સંભવે જ કઈ રીતે? કારણ કે લોકોત્તર ધર્મનીઆત્મધર્મની પ્રાપ્તિ શિષ્ટાચારના પાલન દ્વારા યોગ્યતા પ્રાપ્ત કરનારને જ થાય છે અને એ લોકોત્તર ધર્મથી જ લોકોત્તર સુખનો અનુભવ કરી શકાય છે. મનુષ્ય જયાં સુધી શિષ્ટાચારનું પાલન કરે નહિ, યોગ્યતા પ્રગટાવે નહિ, ત્યાં સુધી તેને અનાદિ જન્મમરણની કે વિષય-કષાયોની પીડાઓ છોડતી નથી, અને આત્મસુખનો સહજ આનંદ અનુભવવા મળતો નથી.
એ કારણે સુમન ! દરેક મનુષ્ય પોતાની શક્યતા અને ભૂમિકાને અનુસાર શિષ્ટાચારનું પાલન અવશ્ય કરવા યોગ્ય છે. એટલું જ નહિ, બીજાઓને પણ તેનું દાન કરવું આવશ્યક છે. શ્રીમંત બીજા જીવોના હિતાર્થે જેટલો દ્રવ્યવ્યય કરે તેટલું જ દ્રવ્ય સફળ થાય છે, બીજું ભોગ કે નાશરૂપે નિષ્ફળ થાય છે, તેમ શિષ્ટાચાર માટે પણ છે. પોતે જ શિષ્ટાચાર પાળે, બીજાને તેનું દાન કરવાનો ઉદ્દેશ કે પ્રવૃત્તિ ન હોય તો તત્ત્વથી તેનું શિષ્ટાચારનું પાલન નિષ્ફળ નીવડે છે, આત્મવિકાસના માર્ગે તેને આગળ વધારી શકતું નથી, અને સંસારનાં બંધનોથી છોડાવી શકતું નથી.
સુમન ! શ્રીજિનેશ્વરદેવોએ શાસનની સ્થાપના કરીને ઉપદેશ આપ્યો અને એનો પ્રવાહ આર્યાવર્તમાં ચાલુ છે, સર્વલોક અને સર્વદર્શનો ઉપદેશની આવશ્યકતા સ્વીકારે છે, તેનું કારણ શિષ્ટાચારનું-સદાચારનું દાન કરવું એ જ છે–
સુમન ! ધર્મનું તત્ત્વ સુખ પામીને પ્રસન્ન થવાનું નથી, પણ સુખ આપીને પ્રસન્ન થવાનું છે. પોતાના સુખ માટે આ જગતમાં કોણ પ્રયત્ન નથી કરતું? જે પરના સુખ માટે જન્મે છે–જીવે છે કે પ્રયત્ન કરે છે, તે જ મહાન છે અને તે જ મહાત્માં બની પરમાત્મા પણ બની શકે છે. એટલે શિષ્ટાચારનું પાલન પોતે જ કરીને સંતોષ માનવો
૧૪૬ • ધર્મ અનપેક્ષા