________________
તેઓના ઋણી છીએ.
સુમન ! મનુષ્યના દેહની અપવિત્રતાના યોગે પ્રતિદિન ઊકરડા સર્જાય છે અને તેની દુર્ગંધથી હવામાન બગડતું રહે છે. તેની અસરમાંથી બચવા બીજી બાજુ બાગબગીચામાં ફૂલઝાડોનો ઉછેર કરવામાં આવે છે અને તેના આલંબનથી આરોગ્ય રક્ષણ કરાય છે. એ રીતે અનાદિકાળથી સંસારી જીવોની અપવિત્રતારૂપ કામ-ક્રોધ-મદ-મોહમાયા-લોભ-ઇર્ષ્યા-અહંકાર વગેરે દોષોથી જગતમાં દૂષિત વાતાવરણ સરજાતું રહે છે અને તેની અસરથી અન્યાન્ય જીવો પાપપ્રવૃત્તિમાં પ્રેરાય છે. તેની સામે શિષ્ટપુરુષોના આચારો—જેવા કે વૈરાગ્ય, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, પ્રેમ, વાત્સલ્ય, પરોપકારવૃત્તિ, વગેરેનું પવિત્ર વાતાવરણ અનેક જીવોને પાપપ્રવૃત્તિથી બચાવે છે. અપવાદ તરીકે અલ્પજીવોને બાદ કરતાં ત્રણે કાળમાં જે કોઈ જીવો સદાચારનું પાલન કરી શક્યા છે, કરે છે કે ક૨શે, તે સર્વના ઉપર આ શિષ્ટપુરુષોનો વિશિષ્ટ ઉપકાર છે. કારણ કે તેઓના જીવનનો અચિંત્ય પ્રભાવ તેમાં કારણભૂત છે.
સુમન ! માતા-પિતા કે તેવા અન્ય પાલકની સહાય વિના જેમ બાળકનો ઉછેર થાય નહિ, તેમ શિષ્ટપુરુષોના આલંબન વિના કોઈ શિષ્ટાચારને પ્રાપ્ત કરી શકે નહિ.
સુમન ! એ કારણે શિષ્ટપુરુષોના ઉપકારને સ્વીકારવો જોઈએ. તત્ત્વથી જે શિષ્ટપુરુષોના ઉપકારને માને છે, તેઓ પ્રત્યે કૃતજ્ઞતા ધારણ કરે છે અને તેઓના વિનય-બહુમાન-સેવા કરે છે, તે જ ધન્ય પુરુષ સદાચારને પ્રાપ્ત કરી શિષ્ય બની શકે છે. એ કારણે જ જ્ઞાનીઓએ વિનયને મોક્ષનું મૂળ કહેલ છે માર્ગાનુસારિતાનો પણ એક પ્રકાર ‘વૃત્તસ્થજ્ઞાનવૃદ્ધાનાં પૂનઃ' અર્થાત્ ‘સદાચારી જ્ઞાનવૃદ્ધ પુરુષોની સેવા-પૂજા કરવી’ એ પ્રમાણે કહ્યો છે. તેમાં પણ એ જ હેતુ છે કે કોઈ પણ ગુણની પ્રાપ્તિ ગુણીના વિનય બહુમાન અને સેવા વગેરેથી જ કરી શકાય છે.
સુમન ! તત્ત્વથી આવા શિષ્ટપુરુષો એ માતા-પિતા-ગુરુ-બંધુ-મિત્ર વગેરેની ઉપમાને ધારણ કરે છે અને તેઓના આચારો એ જ મનુષ્યનું સાચું ધન છે. શિષ્ટપુરુષોના ઉપકારોનું શત-સહસ્રમુખે ક્રોડો કલ્પો સુધી વર્ણન ક૨વા છતાં પૂર્ણ થાય તેમ નથી. ચારે ગતિમાં મનુષ્યગતિને સર્વાધિક માન મળ્યું હોય, તેને કામધેનુ, કલ્પવેલી કે ચિંતામણિથી પણ અધિક મહત્ત્વ આપ્યું હોય તો તે આ શિષ્ટાચારને કારણે છે અને તેના દાતા શિષ્ટપુરુષો છે. જે શિષ્ટાચારોના અભાવે મનુષ્યભવ વિવિધ ૧૪૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા