________________
સુમન ! એ રીતે મોક્ષપ્રાપ્તિના ઉપાયોરૂપ આત્માના દર્શન જ્ઞાન અને ચારિત્રગુણોની આરાધના તત્ત્વથી શિષ્ટાચારની માનસિકી, વાચિકી અને કાયિકી પ્રશંસારૂપ છે અને તેથી મોક્ષની સાધના માટે શ્રીજિનેશ્વરોએ સ્થાપેલું જિનશાસન પણ તત્ત્વથી શિષ્ટાચારનું પ્રશંસક છે.
સુમન ! મૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, વૈશૂન્ય, પ૨પરિવાદ અને માયામૃષાવાદ એ છ દોષો અસદાચારના પોષક અને સદાચારના ઘાતક–નિંદક હોવાથી તેને પાપસ્થાનકો કહ્યાં છે. પુણ્યપ્રાપ્ય જીલ્ડા ઇન્દ્રિયનું ફળ શિષ્ટાચારની પ્રશંસા કરવી તે છે અને તેનું પાપ અન્ય જીવોને સદાચાર પ્રત્યે અનાદર જન્મે અસદાચારનો પક્ષ વધે તે રીતે બોલવું તે છે. એ જ કારણે સુમન ! ચારિત્રની માતા તરીકે વર્ણવેલી અષ્ટપ્રવચનમાતામાં ભાષાસમિતિ અને વચનગુપ્તિનું વિધાન કરી જીહાઇન્દ્રિયને પુણ્યાનુબંધી પુણ્યનું સાધન બનાવવાની વ્યવસ્થા છે.એના પાલન વિના મૃષાવાદ વગેરે જીલ્ડાનાં પાપોથી બચી શકાય તેમ નથી. વ્રતોમાં મૃષાવાદ વિરમણરૂપ સત્યવ્રતનું વિધાન પણ જીલ્લાનાં પાપોથી બચી તેને પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ બનાવવા માટે છે.
સુમન ! અન્ય ઇન્દ્રિયો માત્ર પોતાના શબ્દાદિ વિષયોને ગ્રહણ કરી આત્માને તેના ગુણ-દોષનું જ્ઞાન કરાવે છે, જ્યારે જીલ્ડા સ્વવિષયનું જ્ઞાન કરાવવા ઉપરાંત પાંચે ઈન્દ્રિયોથી પ્રાપ્ત થયેલા જ્ઞાનનું બીજાને દાન કરવામાં પણ સાધન બને છે. એ અપેક્ષાએ જીલ્ડાનું કાર્ય ઘણું મહત્ત્વનું છે અને તત્ત્વથી તે શિષ્ટાચારની પ્રશંસારૂપ જ છે. જેઓ પોતાને પુણ્યથી પ્રાપ્ત થયેલી જીવ્હાદ્વારા સદાચારની પ્રશંસા થાય તેવું બોલે છે, તેઓ પુણ્યાનુબંધી પુણ્યના ભાગી બની ઉત્તરોત્તર આત્મવિકાસની અધિકાધિક સામગ્રીને પામી શકે છે અને તેનો સદુપયોગ કરી સ્વ-પર કલ્યાણ સાધી શકે છે.
માટે સુમન ! જીવનું કર્તવ્ય છે કે તેણે પોતાને પુણ્યથી મળેલી જીહાદ્વારા ' શિષ્ટાચારની પ્રશંસા કરી અન્ય જીવોને શિષ્ટાચારના પક્ષકાર-પાલક અને પ્રચારક બનાવવા જોઈએ.
સુમન ! શિષ્ટાચારની પ્રશંસાથી અન્ય જીવોને ઉપકાર કરી શકાય છે, તેમ શિષ્ટાચારના પ્રશંસકને પણ ઘણો લાભ થાય છે. શિષ્ટાચાર પ્રશંસા કરનારને એવું પુણ્ય બંધાય છે કે તેના બળે તે સદાચારનો પક્ષ, પાલન અને પ્રચાર કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. આ યોગ્યતા એ જ જીવની ચારિત્રની યોગ્યતા છે અને તેના પરિણામે
ધર્મ અનુપ્રેક્ષા • ૧૫૩