________________
અધિક જરૂરીયાતો કલ્પીને ધન મેળવવું તે પણ અન્યાય જ છે. ઘણી વાર જરૂરીયાતોને નક્કી કરવામાં આપણે આપણા આત્માને છેતરતા હોઈએ છીએ. કેવળ લોભવૃત્તિ અને વિષયોના રાગને પોષવા માટે જરૂરીયાતોનું આરોપણ કરીએ છીએ. તત્ત્વથી ઘણી જરૂરીયાતો આપણે કલ્પી લીધેલી હોય છે. મન ઉપર સંયમ કરીએ તો સંખ્યાબંધ એવી વસ્તુઓને આપણે ભોગવતા હોઈએ છીએ કે જેના વિના ચાલી શકે, વધારામાં મન અને શરીર નિરોગી રહી શકે.
સુમન ! બચપણથી આપણને એવું શિક્ષણ મળ્યું છે કે “ધન વધારે તે ડાહ્યો” એથી પણ આપણી બુદ્ધિમાં ન્યાયનું મહત્ત્વ ઘટ્યું છે. વાંદરો અને નીસરણી મળી. એક તો અનાદિકાળથી આપણો અન્યાયનો પક્ષ અને બીજી બાજુ પ્રેરકો પણ અન્યાયના પક્ષકાર, એટલે ન્યાયનું મહત્ત્વ આપણે વિસરી ગયા. અનંત જ્ઞાન અને અનંત ચારિત્રનો (સત્ત્વનો) ધારક આત્મા તુચ્છ નાશવંત ધનને મેળવવા પાછળ ઘેલો બની જાય એ કેટલું અજ્ઞાન ? જ્ઞાની અને સત્ત્વશાળી આત્માને આમ રંક જેવો માની તુચ્છ વસ્તુઓને આધીન બનાવી દેવો તે નાનો-સુનો અન્યાય નથી. આત્માના સત્ત્વને ન જાણવાથી આપણે ધન વગેરેનું મહત્ત્વ આંકડ્યું અને અન્યાયને વશ થયા. તેનો પક્ષ કરીને
આજે તો અન્યાય વિના જીવાય જ નહિ એવું મિથ્યા બોલતા થયા. આપણી આ મિથ્યા વાતો સાંભળીને મનુષ્યની સત્ત્વ અને સત્ય પ્રત્યેની શ્રદ્ધા ખૂટતી ગઈ અને અન્યાયે સર્વની ઉપર પોતાનો કબજો જમાવ્યો. એક કાળે અન્યાય પ્રત્યે અતિસૂગ ધરાવનાર આર્ય માનવી આજે અનાર્યની જેમ પ્રત્યેક પ્રવૃત્તિમાં અન્યાય કરીને આનંદ માનવા લાગ્યો. ચોવીસે કલાક ધન વગેરે મેળવવાની ધૂનમાં મનુષ્ય આર્ત અને રૌદ્રધ્યાનથી મનને એવું ભરી દીધું કે તેના મનમાં ધર્મધ્યાનનો અવકાશ જ ન રહ્યો. આત્માને અન્યાયથી બચાવી લેવામાં સમર્થ અને આવશ્યક એવા લોકાચાર, કુળાચાર અને સંયુક્તકુટુંબના વ્યવહારોને અગવડરૂપ માની આચારના અનાદર સાથે વિભક્તકુટુંબ તરીકે જીવવા માટે તે પ્રેરાયો, પરિણામે માતા-પિતાદિ ગુરુવર્ગની સેવા અને આશીર્વાદથી વંચિત રહ્યો અને એક વ્યાધિમાંથી અનેક વ્યાધિઓ પ્રગટે તેમ ધન અને ભોગની પરવશતાથી જીવન અન્યાયની ખાણરૂપ બની ગયું, માનવ માનવ મટીને દાનવ બનતો ગયો, એમ એક પરાર્થવૃત્તિના અભાવે અન્યાયે અગણિત અનર્થોને સરજ્યા.
સુમન ! આ અન્યાયની ચૂડમાંથી છૂટવા માટે આપણે અહંભાવને તજવો પડશે. “હું કરું છું, મેં કર્યું વગેરે અહંવૃત્તિ એ જ તત્ત્વથી અન્યાય છે. તે જ વિવિધરૂપો સર્જીને
ધર્મ અનપેક્ષા • ૧૨૯