________________
તેઓ વિષમ કર્મોના ઉદયમાં અને મરણમાં પણ મુંઝાતા નથી, પ્રસન્ન રહે છે. સામાન્ય જીવો જ્ઞાન અને સત્ત્વરહિત હોય છે, એથી આપત્તિ-સંપત્તિ કે મરણ-જીવન સર્વ પ્રસંગોમાં ગભરાતા અને મુંઝાતા હોય છે.
સુમન ! આજે ભલે આપણે ન કરી શકીએ, પણ આખરે તો આપણે એ સત્ત્વ કેળવવાનું જ છે. આપણી જવાબદારી આપણે છોડીને કર્મના ઉદયને શરણે જવાનું જ છે. કર્મ બાંધવા માટે મનસ્વી આપણે તેનો બદલો ભોગવવા તૈયાર નથી રહી શકતા એ આપણો ગુન્હો છે અને એ ગુન્હાની શિક્ષા ભોગવવા માટે આપણે નવા નવા જન્મો લેવા પડે છે. જ્યારે આપણે આપણાં બાંધેલાં કર્મોને સમતાપૂર્વક ગભરાયા કે મુંઝાયા વિના પ્રસન્નતાથી ભોગવી લઈશું ત્યારે આપણું ભવભ્રમણ અટકશે.
સુમન ! હિતબુદ્ધિએ પણ શિક્ષા કરવી પડે છે, તેમ કર્યો પણ આપણને પીડે છે તેમાં એ તત્ત્વ સમાયેલું છે. જો એમ ન હોય તો કર્મના ઉદયનો વિરોધ કરવારૂપ આર્ત્તરૌદ્રધ્યાનને તજવાનું અને શુભાશુભ કર્મોના ઉદયમાં સમાધિ કેળવવારૂપ ધર્મધ્યાનને સેવવાનું વિધાન જ્ઞાનીઓ ન કરે. આપણે સૂક્ષ્મબુદ્ધિ અને માધ્યસ્થ્યભાવ કેળવીને તત્ત્વની શોધ કરીશું, ત્યારે આ રહસ્ય સમજાશે. અને ત્યારે જ પરખાશે કે હું મારા અજ્ઞાન અને મોહથી ધર્મનો દ્વોહં કરી રહ્યો છું, છતાં ધર્મ મારી રક્ષા કર્યા જ કરે છે.
એમ સુમન ! ધર્મ એ તો ધર્મ જ રહે, કદી પણ આપણી રક્ષાને એ ન છોડે. આપણે ભલે તેનો વા૨ વા૨ દ્રોહ કરીને આપત્તિઓ ઊભી કરીયે, એ તો એનું કાર્ય કર્યા જ કરે છે અને કર્યા જ કરશે. આપણે માનવું જોઈએ કે અનાદિકાળથી ધર્મ મારું રક્ષણ કરી રહ્યો છે અને મને જીવાડી રહ્યો છે. મને ઊંચે લઈ જવાના-સુખી કરવાના પ્રયત્નો તે કરે જ છે. .
સુમન ! એ રીતે ધર્મને નહિ પામેલા જીવોનું પણ રક્ષણ અન્ય જીવોના ધર્મથી થાય છે. શાસ્ત્રો કહે છે કે એક પર્યાપ્તા જીવની નિશ્રાયે બીજા અસંખ્યાતા અપર્યાપ્તા જીવો જીવે છે. લોકમાં પણ આપણે જોઈએ છીએ કે એક પુણ્યવંતના પુણ્યના પ્રભાવે અનેક નિપુણ્યક જીવો જીવતા હોય છે. એક જિનેશ્વરદેવની સિદ્ધ અહિંસાના પ્રભાવે જાતિવૈરવાળા જીવો પણ બૈર ભૂલી જાય છે. શ્રીજિનેશ્વરદેવના પુણ્યપ્રાબલ્યથી પ્રગટેલા અતિશયોથી સવાસો યોજન સુધી ઉપદ્રવો ટળે છે, રોગ-મારી-મરકી વગેરે થતાં નથી, વગેરે એક આત્માના ધર્મથી અન્ય આત્માઓને થતા ઉપકારોનાં દૃષ્ટાંતો છે. આ કારણે જ્ઞાની ભગવંતો કહે છે કે ધર્મ અનાથનો નાથ છે, અબન્ધુનો બન્ધુ છે, અમિત્રનો મિત્ર છે અને સમગ્ર વિશ્વ પ્રત્યે વાત્સલ્ય ધરાવે છે. જીવ અજ્ઞાન અને મોહથી આપત્તિઓ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૩૯