________________
એક માત્ર ધર્મ છે.
સુમન ! આ ધર્મના પ્રભાવથી પૃથ્વીની સપાટીથી ઊંચું રહેલું પણ સમુદ્રનું પાણી રેલાઈને પૃથ્વીને ડૂબાવતું નથી. અને તાપથી અતિ તપી જતી પૃથ્વીને વરસાદ આશ્વાસન આપી તૃપ્ત કરે છે. અર્થાત્ ધરમના પ્રભાવે જીવો પૃથ્વી ઉપર રહી શકે છે, જવું આવવું કરી શકે છે અને જીવી શકે છે.
અગ્નિનો સ્વભાવ બાળવાનો છે, તે જો તિહુઁ ગમન કરે તો સઘળું બાળી મૂકે, છતાં તેમ થતું નથી અને અગ્નિ ઉર્ધ્વ દિશામાં ગમન કરે છે.
વાયુ સ્વેચ્છાચારી છે, તેને રોકવાનું કોઈમાં સામર્થ્ય નથી, તે જો ઊંચે ચાલ્યો જાય તો કોઈ શ્વાસોચ્છવાસ પણ લઈ શકે નહિ, છતાં તેમ બનતું નથી અને વાયુ તિહુઁ ગમન કરે છે.
નીચે આધાર વિના અને ઉપર આલંબન વિના પણ જગતનો આધાર પૃથ્વી સ્થિર ટકી રહી છે અને પ્રાણીઓને આધાર આપી રહી છે.
જેના પરિભ્રમણથી અનાજ, ઔષધિઓ અને ઘાસ પાકે છે, આરોગ્ય સચવાય છે અને બીજા પણ વિવિધ લાભો જીવોને મળે છે, તે સૂર્ય-ચંદ્ર ધર્મના પ્રભાવે નિયમિત ઉદય પામે છે અને સતત પરિભ્રમણ કરે છે.
સુમન ! જો ધર્મ ન હોય તો, તે તે સમુદ્ર, અગ્નિ, વાયુ વગેરેની સહાય મળવાને બદલે ઉપદ્રવો થાય. એક એકમાં એટલી તાકાત છે કે પૃથ્વીનો પ્રલય કરે, કોઈ બચી શકે નહિ. તેમ સૂર્ય-ચંદ્રનું પરિભ્રમણ ન હોય તો આહારાદિ જીવન સામગ્રી મળી શકે નહિ. ધર્મ અને ધર્મીઓનું અસ્તિત્વ અનાદિકાળથી છે અને તેના પ્રભાવે જીવોને તે તે જીવન સામગ્રી મળતી રહે છે, ઉપદ્રવોથી રક્ષણ થાય છે.
સુમન ! તને પ્રશ્ન થશે કે અનેક ઉપદ્રવોથી ભરેલો સંસાર છે. જો ધર્મ સર્વના ઉપદ્રવો અટકાવતો હોય તો અગ્નિ, જળ કે દુષ્કાળ વગેરેના ઉપદ્રવો કેમ હોઈ શકે ? તેનું સમાધાન એ છે કે ધર્મ સદાય સર્વનું રક્ષણ કરતો હોય છે, પણ તેનો અનાદર કરીને જીવો પોતે પોતાના અજ્ઞાનથી-મૂઢતાથી ધર્મનો દ્રોહ કરીને સ્વયં દુ:ખી થાય છે. એવા જીવોને પણ તે તે પ્રસંગે ધર્મ તો ઉપકાર કરતો જ હોય છે.
જીવ, અજ્ઞાન અને મોહથી ધર્મનો દ્રોહ કરે છે, તો પણ ધર્મ તેના પ્રત્યે ઉપકાર કરતો હોય છે. સુમન ! નવા નવા જન્મો અને નવા નવા કર્મોના ઉદય આખરે તેના જન્મોનો અને સર્વ કર્મનો નાશ કરવા માટે છે, એમ યોગીજ્ઞાની પુરુષો સમજે છે, તેથી ૧૩૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા