________________
સરજે છે અને ધર્મ તે આપત્તિઓને દૂર કર્યા જ કરે છે.
સુમન ! જીવ ભલે ગમે તેવા અપરાધ કરે, ગમે તેવી આપત્તિઓ સરજે, પણ ધર્મ એ જીવોમાંથી ઓછામાં ઓછા છ મહિને એક આત્માને તો પણ સુખી કરે જ છે. અર્થાત્ છ મહિને ઓછામાં ઓછો એક જીવ તો મોક્ષને પામે જ છે.
સુમન ! સૂર્યની સામે ધૂળ ફેંકનારની આંખો ભલે ધૂળથી ભરાય, સૂર્ય તો તેને પ્રકાશ જ આપે છે. એમ અજ્ઞાની મૂઢ જીવો ભલે ધર્મનું કે ધર્મીઓનું અપમાન કરે, તે તો અપમાન કરનારનું પણ હિત ઇચ્છે છે અને હિત કરતો રહે છે.
સુમન ! અપમાનને ગણીને ઉપકાર કરવો છોડી દે તે સાચો ઉપકારી નહિ, ધર્મ સાચો ઉપકારી છે, તે દ્રોહીનું પણ હિત જ કરે. તેની રક્ષા જ કરે. તેને સુધારવાનું કાર્ય કર્યા જ કરે.
સુમન ! તને આશ્ચર્ય થશે, આ હકીકતની પાછળ અનેક વિકલ્પો અને તર્કો જાગશે. પણ આશ્ચર્ય પામવાનું કે વિકલ્પો અને તર્કો કરવાનું કોઈ કારણ નથી. એ માટે તારે વસ્તુના સ્વભાવને-સ્વરૂપને સમજવું પડશે. પ્રત્યેક વસ્તુ પોતાના સ્વભાવને છોડતી નથી. ધર્મનો સ્વભાવ જ એવો છે કે સર્વનું કલ્યાણ કરવું. હું તને પૂછું છું કે જે સમગ્ર વિશ્વનું કલ્યાણ ન કરે તે ધર્મ કહેવાય ? અને સર્વજીવોનો હિતકર કહેવાય ? તારે કહેવું જ પડશે કે ન કહેવાય, જો એમ છે તો શ્રીજિનેશ્વરદેવોને જગત્યિતામણિ, જગન્નાથ, જગદ્ગુરુ, જગદ્રક્ષણ, જંગબંધુ, વગેરે કહ્યા છે, તે તેઓ તેવા છે માટે કહ્યા છે અને એ બધાં વિશેષણો તેઓનો ધર્મ જગતને તે તે પ્રકારે ઉપકાર કરે છે માટે જ તેમને આપ્યાં છે. એ રીતે ધર્મ વિશ્વનો ઉપકારક છે.
સુમન ! ધર્મનો સ્વભાવ જ એવો છે કે તેનાથી વિશ્વને ઉપકાર થાય. અપકાર ન કરવો તે પણ એક ઉપકારનો જ પ્રકાર છે. ધર્મ કોઈનો અપકાર કરતો નથી, ઉપરાંત અપકારીનો પણ ઉપકાર કરે છે. એ એનો સ્વભાવ છે. આ હકીકત જરા સ્પષ્ટ કરીએ. આપણે માર્ગે ચાલતાં બીજાઓથી બચવા તેને રસ્તો આપીએ છીએ તો જ ચાલી શકીએ છીએ. દાન બીજાને આપીએ છીએ. સેવા બીજાની કરીએ છીએ, અહિંસા માટે અન્ય જીવોને મારતા નથી, જીવાડવાના શક્ય પ્રયત્નો કરીએ છીએ, વીંછી કરડે અને પકડાય તો પણ મારતા નથી, કોઈ મારે તો મારવા દેતા નથી, મારે તો પાપ માનીએ છીએ. ક્રોધીને પણ ક્ષમા આપીએ છીએ, અભિમાનીની પણ દયા ચિંતવીએ છીએ, આપ્નો અનેક પ્રકારે આપણે ધર્મ કરીએ છીએ તેનાથી તે તે વ્યક્તિઓને ઉપકાર થાય છે કે નહિ ? થાય છે તો એ ઉપકાર આપણા ધર્મથી તેને થાય છે, એમ માનવું જોઈએ.
૧૪૦ • ધર્મ અનુપ્રેક્ષા