________________
તત્ત્વજ્ઞાન પામી શકાય તેમ નથી.
સુમન ! શાસ્ત્રવિરુદ્ધ બોધ હાનિકારક છે તેમ શાસ્ત્રોના ઔદંપર્યને શોધ્યા વિનાનો અધૂરો બોધ પણ હાનિકારક છે. એથી ઉસૂત્રનો ભય એવો ન જોઈએ કે જે શાસ્ત્રોનાં રહસ્યો શોધતાં મુંઝવે. શબ્દાર્થમાં બંધાઈ રહેવું અને ટુંકા અને પૂર્ણ માની લેવો એ વિકાસમાં રોધક છે.
સુમન ! અનુપ્રેક્ષા આત્મવિકાસનો પાયો છે. શાસ્ત્રો આત્માના ગુણોરૂપ ઝવેરાતની પેટી છે–તિજોરી છે. સ્યાદ્વાદ એને ઉઘાડવાની કુંચી છે, માર્ગાનુસારિણી બુદ્ધિ એને ઉઘાડવાની આવડત છે અને અનુપ્રેક્ષા ઝવેરાતને જોવાની આંખ છે, પ્રકાશ છતાં આંખ વિના અંધારું ન ટળે તેમ શાસ્ત્રો છતાં અનુપ્રેક્ષા વિના અજ્ઞાન ન ટળે.
સુમન ! શાસ્ત્રોને સમજવા માટે પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે સ્વકૃત અષ્ટકપ્રકરણમાં સૂક્ષ્મબુદ્ધિનું અને માર્ગાનુસારિણી બુદ્ધિનું જે મહત્ત્વ વર્ણવ્યું છે તે કેટલું ઉપયોગી છે તે તને હવે સમજાશે.
માર્ગાનુસારિણી બુદ્ધિ સ્યાદ્વાદની ભૂલભૂલામણીમાંથી માર્ગ આપે છે અને સૂક્ષ્મબુદ્ધિ અનુપ્રેક્ષામાં ઊંડા ઉતરવા સહાય કરે છે.
શાસ્ત્રોને જગતનો આરીસો કહ્યો છે. કારણ કે તેમાં જગતના સૈકાલિક સર્વ ભાવોનું વાસ્તવિક પ્રતિબિંબ છે અને તેને જોવાની આંખ આ અનુપ્રેક્ષા છે.
સુમન ! જ્ઞાનીઓએ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાયને સર્વશ્રેષ્ઠ તપ કહ્યો છે, તે શ્રેષ્ઠતા આ અનુપ્રેક્ષા અને પાંચમા ધર્મકથા સ્વાધ્યાયને યોગે છે એ વાત હવે પછી વિચારીશું.
આપણે જે કંઈ સમજવું જરૂરી છે, તેમાં અનુપ્રેક્ષા વિના ચાલે તેમ નથી માટે એ સંબંધી આજે તને થોડુંક સમજાવ્યું છે. તેનું ચિંતન-મનન કરજે અને ન સમજાય તે વિના સંકોચે પૂછજે.
ધર્મમિત્ર, શ્રેયસુ.
૧૧૦ • ધર્મ અનપેક્ષા