________________
ન્યાય સંપન્નતા-૨
સુમન ! માનવનું શરીર સર્વમંત્રોનું એક અલૌકિક યંત્ર છે. જીવન માટે જરૂરી લૌકિક લોકોત્તર સર્વ કાર્યો કરવાની તેમાં શક્તિ છે, આવડત છે. બીજા કોઈ શરીરથી અશક્ય એવાં ધર્મનાં કાર્યો કરવાની તેની શક્તિને કારણે જ્ઞાનીઓએ તેને ધર્મનું મુખ્ય સાધન માન્યું છે.
સુમન ! આ શરીરનું સંચાલક મન છે. મનની પ્રેરણાને આધીન બનેલી ઇન્દ્રિયો તે તે પ્રવૃત્તિ કરે છે. તેથી મનને વશ કરવું જરૂરી છે. મનને વશ કરવું એટલે ન્યાયના પક્ષકાર બનાવવું.
સુમન ! મનને ન્યાયના પક્ષમાં જોડવા માટે ન્યાયસંપન્નવૈભવની કેટલી અને કેવી જરૂર છે તે આપણે વિચારીએ.
સુમન પ્રત્યેક સંસારી જીવને ત્રણ કુટુંબ હોય છે. એક બાહ્ય અને બે આંતર. તેમાં પ્રત્યક્ષ દેખાતું ભવધારણીય શરીર અને તે શરીર સાથે સંબંધ ધરાવતાં ધન-દોલત, માતા-પિતા, પતિ-પત્ની, ભાઈ-બહેન અને સઘળા સ્વજન-સંબંધીઓ વગેરે જીવનું બાહ્ય કુટુંબ છે. તેનો સંબંધ જીવને એક જ ભવ પૂરતો હોય છે. કારણ કે પ્રત્યેક ભવમાં તે બદલાય છે.
સુમન ! તત્ત્વથી જીવનું હિત-અહિત કરવામાં આ કુટુંબ ગૌણ છે. કારણ કે પ્રત્યેક પ્રસંગમાં તે મનને આધીન રહે છે અને મન બે આંતર કુટુંબોમાંથી કોઈ એકને આધીન રહે છે. છતાં સુમન ! મૂઢ પુરુષો આ કુટુંબને પોતાનું સર્વસ્વ માનીને ભૂલે છે.
સુમન ! એ ઉપરાંત બે આંતરકુટુંબો પૈકી ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, જ્ઞાન-દર્શન-ચારિત્ર, વિનય, દયા વગેરે પરિવારવાળું એક આંતરકુટુંબ જીવનું હિતસ્વી છે. તે અનાદિ છે, અક્ષય છે, આત્માનાં સર્વહિતકર કાર્યો કરવાનો તેનો સ્વભાવ છે અને તે પ્રગટ-અપ્રગટરૂપે નિત્ય આત્માની સાથે રહે છે. તેને જ્ઞાનીઓ ધર્મકુટુંબ કહે છે.
સુમન ! આ કુટુંબનો પ્રાણ ન્યાય છે. ન્યાયના પાલનથી તેનું પોષણ થાય છે અને પુષ્ટ થતાં તે પ્રગટ થઈ આત્માનું હિત સાધે છે.
સુમન ! બીજું આંતરકુટુંબ ક્રોધ-માન-માયા-લોભ મોહ, મદ, ઈર્ષા, હિંસા, ભય વગેરે પરિવારવાળું છે. તે જીવનું અહિતકર છે. અનાદિકાળથી જીવનું સહચર છતાં અસ્વાભાવિક હોવાથી કેટલાક ભવ્યજીવો તેના સંબંધને તોડી શકે છે. જ્ઞાનીઓ તેને
૧૨૨ • ધર્મ અનપેક્ષા