________________
પાપકુટુંબ કહે છે.
સુમન ! આ પાપકુટુંબનો પ્રાણ અન્યાય છે.અન્યાય વૃત્તિથી તે પોષાય છે અને પુષ્ટ બનેલું તે આત્માનું અહિત કરે છે.
સુમન ! બાહ્ય કુટુંબનું સંચાલક મન જે આંતર કુટુંબના પક્ષમાં જોડાય છે તેની સાથે બાહ્ય કુટુંબ પણ જોડાય છે અને ન્યાય-અન્યાય દ્વારા તે તે કુટુંબને જીવંત બનાવવાનું કાર્ય તે કરે છે.
સુમન ! પાપકુટુંબના સંબંધથી છૂટવા માટે ધર્મકુટુંબને પુષ્ટ (જીવંત) કરવું જ પડે. ન્યાયના પાલનથી જ તે પુષ્ટ થાય, કારણ કે ન્યાય તેનો પ્રાણ છે.
સુમન ! ન્યાય-અન્યાયનો આધારસ્તંભ મન છે, તેથી ન્યાયનું પાલન કરવા મનને અન્યાયથી રોકવું જ જોઈએ. સર્વ ધર્મશાસ્ત્રકારોએ મનને વશ કરવાનું, અન્યાય પક્ષમાં જતાં રોકવાનું વિધાન કર્યું છે તેનું કારણ તને હવે સમજાશે.
સુમન ! મનને અન્યાયથી રોકવામાં આવે તો સર્વ પાપો રોકાઈ જાય છે અને જે પુરુષ મનને અન્યાયથી રોકતો નથી તેનાં સર્વ પાપો વધી જાય છે, એમ જ્ઞાનીભગવંતો કહે છે. * સુમન ! ન્યાયસંપન્નવૈભવ મનને વશ કરવામાં કઈ રીતે સફળ થાય છે, તે સમજવા માટે જડદ્રવ્યો ઉપર મનોવૃત્તિની કેવી અસર થાય છે તે જાણવું જરૂરી છે.
સુમન ! મનોવૃત્તિની અસર અચિંત્ય થાય છે. શબ્દવર્ગણાનાં પુદ્ગલો જડ છે, બોલનારના મનોગત ભાવથી તે વાસિત થઈ શ્રોતામાં તેવો તેવો ભાવ પ્રગટ કરે છે. એક માણસ સદૂભાવથી બોલે છે ત્યારે તેના સર્ભાવથી વાસિત થયેલા શબ્દો કઠોર ન હોય તો પણ શ્રોતામાં સભાવ પ્રગટ કરે છે, તે જ માણસ જયારે અસદ્દભાવથી બોલે
છે ત્યારે તેના અસદ્ભાવથી વાસિત થયેલા કોમળ પણ શબ્દો શ્રોતાને બાણપ્રહાર જેવી વ્યિથા કરે છે. આહારાદિનાં પુગલો જડ છે, છતાં સભાવથી પીરસાયેલો સૂકો રોટલો પણ મીઠો બને છે, અસદ્ભાવથી પીરસાયેલાં સુંદર પકવાન પણ બેસ્વાદ લાગે છે. આવા અનુભવો પ્રાયઃ સર્વને થાય છે. ઉદારતાથી આપેલો ઓટલો પણ આરામ આપે છે અને તિરસ્કારવૃત્તિથી વાસિત બનેલી કુસુમશૈયા પણ બેચેન બનાવે છે.
સુમન ! એ કારણે બુદ્ધિમાન પુરુષો વસ્તુની કિંમત આપનારની મનોવૃત્તિને (ભાવને) અનુસરીને આંકે છે. વ્યાપારીઓ વેચવા-લેવાની વસ્તુના મૂલ્યને “ભાવ” કહે છે તેનું કારણ પણ આ જ છે.
ધર્મ અનપેક્ષા • ૧૨૩