________________
ભાવઅશુદ્ધિરૂપ છે. એક ધર્મ છે. બીજી અધર્મ છે. એક જિનાજ્ઞારૂપ છે, બીજી મોહની આજ્ઞારૂપ છે.
સુમન ! અનાદિકાલીન અહંકાર પ્રેરિત બુદ્ધિને કારણે જીવ વિવિધ પ્રકારે અન્યાય સેવતો આવ્યો છે. તેથી જ કર્મનાં બંધનો ચાલુ રહ્યાં છે તેને તોડવાનો એક જ ઉપાય છે ન્યાય ! તેનો આશ્રય લીધા વિના કદાપિ તે સુખી થાય તેમ નથી. માટે સર્વ કાર્યોમાં ન્યાયનો આશ્રય અનિવાર્ય છે. એ કારણે આ ગુણને પ્રથમ નંબરે પ્રરૂપ્યો છે.
સુમન ! ન્યાયનાં કાર્યભેદે અને કર્તાનાં ભેદે વિવિધરૂપો છે. તેમાં પ્રથમ સંપત્તિ મેળવવામાં અન્યાયને તજી ન્યાયનો આશ્રય લેવાનું આ ગુણનું વિધાન એ કારણે છે કે ગૃહસ્થજીવનમાં સ્વશ૨ી૨-કુટુંબ-સ્વજન સંબંધીઓ વગેરેના પાલન-પોષણ-૨ક્ષણ કે સુખ માટે ધન મેળવવામાં આવે છે તેને તે દુઃખી કરે છે. ન્યાયથી મેળવેલું જ ધન સુખનું સાધન બની શકે છે માટે તેનું પાલન જરૂરી છે.
સુમન ! જે માનવદેહ સર્વયંત્રોનું એક જ યંત્ર છે, અન્ય કોઈ શરીરથી અશક્ય એવાં ધર્મનાં કાર્યો કરવાની જેમાં શક્તિ છે, તેથી જ જેને ધર્મનું મુખ્ય સાધન માન્યું છે, તે શરીરને ન્યાંયી બનાવ્યા વિના અન્ય કાર્યોમાં ન્યાયની રક્ષા કદાપિ શક્ય નથી.
સુમન ! તને લાગશે કે જે શરી૨ જડ છે અને સદાય આત્માને ઉન્માર્ગે લઈ જવાના સ્વભાવવાળું છે, તેને ન્યાયી કેમ બનાવી શકાય ? શું તે જડ મટીને ચેતનાવાળું બની શકે ? તેનું સમાધાન એ છે કે ચોરીની વ્યસનવાળો પણ ભીલ જેમ શ્રીમંતની બુદ્ધિને યોગે શ્રીમંતનો પક્ષકાર બની તેની રક્ષા અને તેનાં કાર્યો પણ કરે છે તેમ આત્માનું વિરોધી જડ પણ શરીર (શરીરગત મન અને ઇન્દ્રિયો) માર્ગાનુસારિણી બુદ્ધિવાળા આત્માના પક્ષમાં રહીને તેની રક્ષા અને તેનાં કાર્યો કરી શકે છે. આ કારણે જ મન અને ઇન્દ્રિયોના પ્રશસ્ત-અપ્રશસ્ત એવા ભેદ શાસ્ત્રમાં કહ્યા છે. આત્માનો પક્ષ કરે તેને પ્રશસ્ત અને વિરોધ કરે તેને અપ્રશસ્ત કહેવાય છે.
સુમન ! ન્યાયસંપન્નવૈભવનું તત્ત્વથી એ ફળ છે કે તેનાથી પોષાયેલી ઇન્દ્રિયો અને મન આત્માનો પક્ષ કરે છે. આત્માની આજ્ઞાને વશ રહી તેનાં કાર્યો કરી આપે છે. આ વાત સમજવા માટે સૂક્ષ્મબુદ્ધિનો આશ્રય લેવો પડશે. તે તને હવે પછી સમજાવીશ. આજે કરેલી વાતોનું ત્યાં સુધી ચિંતન કરવાથી આગળ સમજવું સરળ થઈ પડશે. આજે તો આટલું બસ છે.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૨૧
-
ધર્મમિત્ર શ્રેયસ્.