________________
સુમન ! “પુદ્ગલદ્રવ્ય ભાવનું વાહક છે' એ હવે તને સમજાયું હશે. પરસ્પરના શુભાશુભ ભાવની લેવડ-દેવડ પ્રાયઃ તે તે ભાવથી વાસિત કરેલાં પુદ્ગલ દ્રવ્યોદ્વારા થાય છે.
સુમન ! આ પણ એકાંત નથી, કોઈ ઉત્તમ પુરુષને કુવાસના વાસિત પુદ્ગલો પણ દુર્ભાવ પેદા કરવામાં નિષ્ફળ નીવડે છે અને કોઈ નિકૃષ્ટ પુરુષને સદ્ભાવવાસિત પુગલો પણ દુર્ભાવ પ્રગટ કરે છે, પણ તેમાં તે તે જીવની ઉત્તમતા, અધમતા કારણભૂત હોય છે. વસ્તુસ્વભાવ તો સ્વાનુરૂપ અસર પ્રગટાવવાનો છે.
એ રીતે સુમન ! ન્યાયવૃત્તિથી મેળવેલો વૈભવ ન્યાયવાસિત બને છે અને અન્યાયવૃત્તિથી મેળવેલો વૈભવ અન્યાયવાસિત બને છે. બીજી વાત એ પણ છે કે વૈભવ મેળવવા ન્યાયનો વિચાર માત્ર કરવાથી પણ પહેલાં કહ્યું તે ધર્મકુટુંબ સ્વસ્થ બને છે અને અન્યાયનો વિચાર કરવાથી પાપકુટુંબ પુષ્ટ બને છે. ધન મળે કે ન મળે પણ ન્યાય કે અન્યાયના પક્ષથી તે તે આંતર કુટુંબોને તો પોષણ મળે જ છે.
સુમન ! પરિણામ એ આવે છે કે અન્યાયથી મેળવેલ વૈભવ અન્યાય વાસિત થાય છે, આંતર પાપકુટુંબ પોષાય છે અને તે વૈભવથી મળેલા ભોગો અન્યાય વાસિત હોવાથી ભોગવનારનું મન અને શરીર અન્યાય વાસિત બની પુનઃ પુનઃ અન્યાયનો પક્ષ કરી પાપકુટુંબને પોષે છે. જ્યારે ન્યાયથી મેળવેલો વૈભવ ન્યાયવાસિત બને છે, આંતર ધર્મકુટુંબ પોષાય છે અને ન્યાયવાસિત વૈભવથી મળેલા ભોગો ન્યાયવાસિત હોવાથી ભોગવનારનું મન અને શરીર ન્યાયવાસિત બનવાથી પુનઃ પુનઃ ન્યાયનું સેવન કરી ધર્મકુટુંબને પોષે છે.
એ રીતે સુમન ! ન્યાયસંપન્નવૈભવ મનને ન્યાયમાર્ગે જોડવામાં સહાય કરે છે અને ન્યાયના માર્ગે ચઢેલું મન સર્વ કાર્યોમાં બાહ્ય શરીર વગેરેને ધર્મકુટુંબના પક્ષકાર બનાવી સર્વ શુભપ્રવૃત્તિઓનું સાધક બને છે.
આ કારણે સુમન ! સર્વ ધર્મશાસ્ત્રકારોએ મનને વશ કરવાનું વિધાન કર્યું છે અને તેના વિવિધ ઉપાયો જણાવ્યા છે. તે સર્વ ઉપાયોનો મૂળભૂત ઉપાય “ન્યાયસંપન્નવૈભવ છે. એના અભાવે બીજા ઉપાયો પ્રાયઃ નિષ્ફળ નીવડે છે.
સુમન ! સર્વ પાપવ્યાપારોનો ત્યાગ કરી કેવળ પાપકુટુંબનો સંબંધ તોડવા માટે જીવનને જિનાજ્ઞાથી બદ્ધ કરનાર પૂ. સાધુ-સાધ્વીવર્ગને પણ બેંતાલીસ દોષ રહિત નિર્દોષ (ન્યાય સંપન્ન) આહારાદિ મેળવવાનું વિધાન છે. તેઓ પણ અન્યાયસંપન્ન
૧૨૪ • ધર્મ અનપેક્ષા