________________
ધર્મકથકની યથાર્થ જવાબદારી (આ પત્ર-લેખમાં સ્વ-ઉપકારક પાંચમા સ્વાધ્યાય-ધર્મકથાનું સરસ-સુંદર શબ્દ-ચિત્ર છે. ધર્મકથકની યથાર્થ જવાબદારીનું આ લેખ સ્પષ્ટ દર્શન કરાવે છે. સં.)
સુમન ! પહેલાં આપણે અનુપ્રેક્ષા સ્વાધ્યાય અંગે જે વાતો કરી હતી, તેનું તે ચિંતન કર્યું હશે. તને સમજાયું હશે કે અનુપ્રેક્ષાના બળ વિના શાસ્ત્રોક્ત ગૂઢ તત્ત્વોની સમજ પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
સુમન ! અનુપ્રેક્ષાનો મહિમા ઘણો જ છે. ચિલાતીપુત્ર જેવો મહાપાપી માત્ર ગુરુમેખે એક જ વાર સાંભળેલા ઉપશમ, સંવેગ અને વિવેક એ ત્રણ પદોથી, શિથિલાચારમાં ડૂબી ગયેલા શ્રી સોમપ્રભસૂરીજી એક માત્ર પ્રમાદ' શબ્દથી, અઈમુત્તા નામના બાળમુનિ માત્ર ઇરિયાવહિસૂત્રના એક માત્ર ‘દગમટ્ટી' પદથી કલ્યાણ સાધી ગયા, તેમાં આ અનુપ્રેક્ષાનું જ બળ કારણભૂત હતું. સુમન ! એ ઉપરાંત પણ જે કોઈ મુક્તિને વર્યા છે, વરે છે અને વરશે, તે સર્વને ક્ષપકશ્રેણીમાં શુક્લધ્યાનના દ્વિતીય ચરણ સુધી પણ આ અનુપ્રેક્ષાનું બળ ઉપકાર કરે છે.
સુમન ! અનુપ્રેક્ષાનું બળ મેળવવા જીવનમાં સાધના કરવી પડે છે. વિષયકષાયોનાં આકર્ષણ તજવાં પડે છે. તે પછી જ અનુપ્રેક્ષાનું બળ પ્રગટ થાય છે.
સુમન ! બીજાની પાસેથી કંઈ મેળવવું હોય તો તેની ઇચ્છાને અનુસરવું પડે છે, તે શાસ્ત્રગત રહસ્યોને મેળવવા શાસ્ત્રોને સમર્પિત થવું પડે છે. તેના પ્રત્યે બહુમાન ધરાવીને શંકાદિ દોષોથી દૂર રહી તત્ત્વને શોધવાં પડે છે.
એ માટે સુમન ! શાસ્ત્રપ્રણેતા પ્રત્યે ઘણો સદુભાવ જોઈએ, તેઓના ઉપકારોને ઓળખી તેઓ પ્રત્યેની કૃતજ્ઞતાથી હૈયું ભરી દેવું જોઈએ.
સુમન ! અનુપ્રેક્ષા પછી પાંચમો સ્વાધ્યાય ધર્મકથા છે. અનુપ્રેક્ષા સ્વ ઉપકારક છે, જયારે ધર્મકથા સ્વ-પર ઉપકારક છે. એ કારણે સ્વાદ્યાયનો એ સર્વશ્રેષ્ઠ અને છેલ્લો પ્રકાર છે.
સુમન ! અનુપ્રેક્ષાનું બળ પ્રગટ્યા પછી જ ધર્મકથાનો વાસ્તવિક અધિકાર પ્રાપ્ત થાય છે. ધર્મકથામાં અનુપ્રેક્ષા ઉપરાંત બીજા પણ ઘણા ગુણોની જરૂર રહે છે. કારણ કે અનુપ્રેક્ષા રોગના નિદાન જેવી છે અને ધર્મકથા ઔષધ આપવા જેવી છે. ઔષધ આપવામાં રોગીના શરીર સાથે બીજી પણ અનેક બાબતોને સમજવી પડે છે. એ માટેનાં પુસ્તકો હોતાં નથી, જગતના પ્રાપ્ત થયેલા અનુભવોથી તે સમજી શકાય છે.
સુમન ! ધર્મકથામાં પણ એમ જ છે. ધર્મકથકે શ્રોતાને સર્વપ્રકારે સમજવા પડે છે. તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સાથે શ્રોતાની બુદ્ધિ, રુચિ, સંયોગ, સંપત્તિ વગેરે
ધર્મ અનપેક્ષા • ૧૧૧