________________
સુમન ! સમગ્ર શાસ્ત્રમાં કર્મના વિવિધ સ્વભાવનું અને તેનો સામનો કરી શકે તેવા પ્રકારનું મન વચન કાયાનું યોગબળ પ્રગટ કરવાના ઉપાયોનું વર્ણન છે. આ યોગબળથી કર્મોને પરાસ્ત કરવાં, તેને વશ ન થવું એ જ ચારિત્ર છે. એ માટે જ સર્વવિરતિ છે. એ જ મનુષ્ય જન્મ પામેલા આત્માનું મુખ્ય કર્તવ્ય છે.
સુમન ! ચોરોથી રક્ષણ કરવા ચોરની જાતિના પણ ચોરનો સામનો કરી શકે તેવા ચોકીદારોની સહાય લેવી પડે છે, તેમ આત્મધનને લૂટનારાં કર્મોના આક્રમણથી બચવા માટે મન વચન કાયાના બાહ્યયોગબળની સહાય લેવી જ પડે.
એ રીતે કર્મોને તોડવા માટે તેના આક્રમણને સહી શકે અને કર્મોને નિષ્ફળ બનાવી શકે તેવું મન વચન કાયાનું પુણ્યપવિત્ર યોગબળ આવશ્યક છે.
સુમન ! નિશ્ચયથી તો આત્માના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ એ મુક્તિનો ઉપાય છે, પણ ચોરોથી બચવા ચોકીદારની જરૂર પડે છે તેમ વ્યવહારનયથી કર્મોના શુભાશુભ આક્રમણથી બચવા માટે પ્રારંભમાં બાહ્યયોગબળની મુખ્યતા જણાવી છે. એટલું જ નહિ, સુમન ! સમ્યજ્ઞાનાદિ ગુણોને પ્રગટાવવા માટે પણ આ બાહ્યયોગબળ આવશ્યક છે. એ કારણે તો જૈનાગમમાં બહુધા વિધિનિષેધો બાહ્યયોગબળના પ્રગટીકરણ માટે કરેલા છે.
સુમન ! જે વાત તારી બુદ્ધિમાં સ્લરી જ ન હોય, સમજવી દુષ્કર હોય, છતાં સમજયા વિના ચાલે નહિ તેમ ન હોય, તેને સમજાવવા માટે તે તાત્ત્વિક ઊંડાણમાં ઉતર્યા વિના ન ચાલે. આપણે માર્ગાનુસારિતા સંબંધી વિચાર કરવાનો છે, તેનું મહત્ત્વ સમજવું છે, પણ તે કેવો ઉપકાર કરે છે ? કેવી રીતે કરે છે? વગેરે સમજ્યા વિના તેની મહત્તા, ઉપકારકતા અને આવશ્યકતા શી રીતે સમજી શકાય ? '
સુમન ! માર્ગાનુસારિતાનો એકએક પ્રકાર આત્માને કર્મોના આક્રમણથી બચાવી લેનાર એક સફળ બખ્તર તુલ્ય છે. તેની સહાયથી કર્મોને પરાસ્ત કરી શકાય છે. તું સ્થિરબુદ્ધિથી વિચાર કરીશ તેમ તેમ આ તત્ત્વ તને વધુ સ્પષ્ટ સમજાશે.
સુમન ! કર્મોને બાંધીને આપણે અહીં આવ્યા છીએ, તેનો ઉદય પણ પ્રતિસમય ચાલુ છે. હવે આપણું કર્તવ્ય તો તેના આક્રમણથી બચવાનું છે. અર્થાત તેને માટે પુણ્યપવિત્ર યોગબળ પ્રગટ કરવું તે છે.
સુમન ! કર્મોના આક્રમણનો સામનો કરવો કેવો દુષ્કર છે અને તે કેવી રીતે કરી શકાય, વગેરે સમજવું પડશે.
સુમન ! માર્ગે ચાલવું કઠીન નથી, માર્ગે ચડવું ઘણું કઠીન છે. માર્ગ ભૂલેલા મુસાફરને ઉજ્જડ માર્ગે એક ફલાંગ ભૂમિકા પસાર કરતાં જે મુશ્કેલી નડે છે તે માર્ગે ચઢ્યા પછી અનેક ગાઉ સુધી ચાલવામાં પડતી નથી. જે મોટર સીધી સારી સડક ઉપર
૧૧૬ • ધર્મ અનુપ્રેક્ષા