________________
માર્ગાનુસારી
(અગાધ ચિંતનના પરિપાક સ્વરૂપ આ પત્ર-લેખમાં ઉપકારક શાસ્ત્રોની ગંભીર વાતો ખૂબ જ મનનીય તેમ જ બોધક શૈલીમાં રજૂ થઈ છે. માનવભવ, શુભાશુભ કર્મોનું સ્વરૂપ, માર્ગાનુસારિતા અને ગુણસ્થાનકો વિષેનું જે સ્પષ્ટ વિવરણ આ પત્ર-લેખમાં થયું છે તે અનંતકરુણાનિધાન શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાના રહસ્યને પાત્ર બનવામાં આપણને ખૂબ પ્રેરક થાય તેવું છે. સં.)
સુમન ! અનુપ્રેક્ષાનું મહત્ત્વ તને સમજાયું હશે, કોઈ પણ વિષયના યથાતથ્ય જ્ઞાન માટે અનુપ્રેક્ષા ઘણી જરૂરી છે.
સુમન ! આજે હું તને ધર્મ કે જેના વિના ભવભ્રમણ ટળે તેમ નથી જ, તે ધર્મનો માર્ગાનુસારિતા સાથે અને માર્ગાનુસારિતાનો મનુષ્યભવ સાથે કેવો સંબંધ છે, તે અંગે સમજાવીશ.
એક વાત તો તારે સમજી લેવી જોઈએ કે, ધર્મ એ આત્માનો સ્વભાવ છે. કહ્યું છે કે, “વત્થલાહવો ધો' અર્થાત્ પ્રત્યેક પદાર્થના સ્વભાવને ધર્મ કહેવાય છે. એ કારણ ધર્મ” એ બહારથી મેળવવાની વસ્તુ નથી, આત્મામાં છે, તેને પ્રગટ કરવાનો છે. પણ તેને પ્રગટ કરવામાં અચેતન એવી પર (બાહ્ય) વસ્તુઓની સહાય વિના ચાલે તેમ નથી.
સુમન ! ચાલવાની શક્તિને પ્રગટાવવા ચાલુણગાડીની, ચઢવાની શક્તિ પ્રગટાવવા નિસરણીની, પાચનશક્તિ પ્રગટ કરવા આહારની જરૂર પડે છે, તેમ આત્માના સ્વભાવને પ્રગટ કરવા બીજી બહારની વિવિધ વસ્તુની જરૂર પડે છે. ચારે ગતિમાં મનુષ્યની ગતિને ધર્મ માટે મુખ્ય કહી છે, મનુષ્ય જન્મને ચિંતામણીથી પણ અધિક દુર્લભ, મૂલ્યવાન અને આવશ્યક કહ્યો છે, તેનું કારણ ધર્મને પ્રગટ કરવા માટે જોઈતી બાહ્ય સામગ્રી મનુષ્યભવમાં જ મળી શકે છે. માટે આપણે પ્રથમ એ સંબંધી વિચાર કરીએ.
સુમન ! વસ્તુસ્વભાવ છે કે જેને આજના વૈજ્ઞાનિકો (Positive) પોઝીટીવ અને (Negative) નેગેટીવ કહે છે, તેવાં બે તત્ત્વોનો પરસ્પર યોગ મળ્યા વિના કોઈ કાર્ય થતું નથી.
નદીની પવિત્ર રેતીમાં પાણીનું પોષણ જોઈતા પ્રમાણમાં હોવા છતાં વનસ્પતિના અંકુરા ઊગતા નથી. ખેતરમાં પણ ધોવાઈ ગયેલી ભૂમિમાં વારંવાર ખાતર મેળવવું પડે છે. ખાતર વિનાની શુદ્ધભૂમિ કે ભૂમિવિનાનું કેવળ ખાતર ધાન્ય પકાવવામાં અસમર્થ છે. એ રીતે ધર્મને પ્રગટ કરવા માટે પણ પોઝીટીવ-નેગેટીવ જેવાં બે તત્ત્વોની જરૂર પડે છે. સુમન ! મનુષ્યની જ મુક્તિ થાય, અન્યગતિએ મુક્તિ ન જ થાય, તેમાં પણ
૧૧૪ • ધર્મ અનુપ્રેક્ષા