________________
સેંકડો માઈલ દોડી જાય છે તે પણ ખાડા-ટેકરાવાળી જમીનમાં ભાંગી જાય છે.
સુમન ! મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરવો દુર્લભ છે. પ્રાપ્ત થયા પછી તેટલી મુશ્કેલી નડતી નથી. રોગીને પાશેર દૂધ પચાવવું દુષ્કર છે. નિરોગીને તે એક પાન ચાવવા જેવું સરળ છે. સુમન ! બાળકને એક રતલ બોજો ભારરૂપ બને છે, યુવાન તેને પગની ઠોકરે ઉડાડી શકે છે. એમ અનાદિ મિથ્યાત્વી જીવને પ્રથમતઃ મોક્ષમાર્ગનો પક્ષ કરવો, અર્થાત્ માર્ગાનુસારિતાનું પાલન કરવું ઘણું દુષ્કર છે.
એ માટે મનુષ્યભવ, આર્યદેશ અને ઉત્તમકુળ સાથે ચ૨માવર્તકાળનો સહકાર મેળવવો પડે છે. અનંતા અચરમપુદ્ગલ પરાવર્તનો એટલે અંધનેત્રે માર્ગ વિનાની પર્વતોની આકરી ખીણોમાં પરિભ્રમણ. ચરમપુદ્ગલ પરાવર્ત એટલે મુક્તિમાર્ગનું સામીપ્ય. પણ તેમાં ય પ્રથમ ગુણસ્થાનક એટલે ખીણોમાંથી માર્ગે પહોંચવા માટેની આકરી કેડી. આને માર્ગાનુસારિતા કહી શકાય. તે કેડીને નિર્વિઘ્ને પસાર કરવાથી કાચો રેતાળ ભૂલભૂલામણીવાળો મોક્ષમાર્ગ મળે એને સમ્યગ્દર્શન કહી શકાય. સુમન ! અવિરતિની બેડીઓ પહેરીને રણનો રસ્તો કાપવા જેવો પ્રયત્ન છતાં માર્ગ મળી જવાથી સમ્યગ્દર્શન પામેલો જીવ આખરે મુક્તિને પામે છે. સુમન ! ત્રીજું ગુણસ્થાનક એટલે ઉત્સાહ-નિરુત્સાહનાં ઝોલાં, બીજું ગુણસ્થાનક એટલે થાકેલા જીવનું ભય પામીને પુનઃ ખીણો તરફ પાછું ફરવું. પાંચમું ગુણસ્થાનક એટલે બેલગાડીની કાચી સડકે મુસાફરી. છઠ્ઠું ગુણસ્થાનક એટલે પર્વતનું ચઢાણ. સુમન ! અહીં સુધી તો પ્રમાદના આંચકારૂપ ખાડા-ટેકરા, કાંટા-કાંકરા, ભૂલભૂલામણી, ચોર શ્વાપદોનો ભય વગેરે વિવિધ વિઘ્નો નડે છે. સાતમા ગુણસ્થાનકથી ચૌદમા સુધીનાં અપ્રમત્તદશાનાં ગુણસ્થાનકો એટલે કોઈ પણ વિઘ્નવિનાની સુંદર સીધી પાકી સડક ઉપર ચારિત્રધર્મરૂપ મોટરની મુસાફરી. કોઈ જીવ તો અંતર્મુર્ભૂતમાં જ મુક્તિ મંદિરમાં પહોંચી જાય. વચ્ચે ઉપશમ શ્રેણિનો ઉન્માર્ગ છે; પણ આખરે સાચો માર્ગ મળી જાય છે એટલે એ બહુ જોખમરૂપ નથી.
સુમન ! ઘરમાંથી નીકળવું કઠીન છે, નીકળ્યા પછી ચાલવું તેટલું કઠીન નથી. અનાદિકાળથી સ્વાર્થમાં રસીયા બનેલા જીવને સ્વાર્થ છોડવો કઠીન-અતિકઠીન છે. ઉપવાસ ક૨ના૨ને પણ આા-બીડીની આદત છોડવી કઠીન પડે છે, તેમ ૫૨માર્થના કાર્યો કરનારને પણ સ્વાર્થ છોડવો ઘણો કઠીન છે.
સુમન ! માર્ગાનુસારિતાના બળે અનાદિ વ્યસનરૂપ બની ગયેલા સ્વાર્થને છોડવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકાય છે. એ તને હવે પછી સમજાવીશ. આજે તો આટલું પર્યાપ્ત છે. તું આજની વાતોને ચિંતન મનનપૂર્વક વારંવાર અનુપ્રેક્ષા કરીશ તો તને ઘણું જાણવા મળશે.
- ધર્મમિત્ર શ્રેયસ્.
ધર્મ અનુપ્રેક્ષા • ૧૧૭