________________
અને સુમન ! જેટલું વાણીથી જે રીતે સમજાવી શકાય તેટલું લખીને તે રીતે . સમજાવી શકાય ? કદી નહિ, એ કારણે બોલી શકાય તેવા ભાવોનો પણ અનંતમો ભાગ જ સૂત્રરૂપે ગૂંથાયો છે.
સુમન ! તને પ્રશ્ન થશે કે જો સૂત્રોમાં અનંતમાંથી પણ અનંતમા ભાગનું લખાયું છે, તો તેને પૂર્ણ કેમ મનાય ? પણ એ બરાબર નથી. સંક્ષિપ્ત પણ આગમ પરિપૂર્ણ છે. કારણ કે તેના પ્રત્યેક વાક્યો અમુક જ અર્થનાં વાચક નથી, વિવિધ અપેક્ષાઓથી યુક્ત છે. શાસ્ત્રો કહે છે કે—સૂત્રના એક એક અક્ષરના ભિન્ન ભિન્ન અપેક્ષાએ અનંતા અર્થ થઈ શકે છે. તું એવું ન સમજતો કે તો પછી ગમે તે સૂત્રનો ગમે તે અપેક્ષાનાં બળે ગમે તે અર્થ કરી શકાય. કારણ કે એનો કોઈપણ અર્થ સ્વ-પર આત્મશુદ્ધિકા૨ક બને તેવો જ કરવો જોઈએ. અન્યથા ઉત્સૂત્ર થઈ જાય છે.
એ કારણે તો શબ્દાર્થ, વાક્ચાર્થ, મહાવાક્યાર્થ અને અઁદંપર્યાયાર્થ, એમ અર્થના ચાર પ્રકારો કહ્યા છે અને તેમાં ચોથો પ્રકાર પૂર્ણ છે, શેષ પ્રકારોને, અધૂરા કહ્યા છે. એ ચારનું સ્વરૂપ વળી કોઈવાર વિચારીશું. આજે તો તું એટલું સમજી લે કે શાસ્ત્રોનું અને તેના પ્રરૂપક તથા રચિયતાનું ધ્યેય જીવોની રાગ-દ્વેષાદિ મૂઢ પરિણતિને દૂર કરી, આત્માની શુદ્ધિ કરીને મુક્તિમાં પહોંચાડવાનું છે. એ ધ્યેયથી વિપરીત અર્થ કરવાથી શાસ્ત્રોની તથા તેના પ્રણેતા અને રચયિતાની આશાતના થાય છે. ઉપરાંત જગતના અજ્ઞ વિશ્વાસુ જીવોને ઉન્માર્ગે દોરવારૂપે દ્રોહ થાય છે.
સુમન ! આ કારણે શાસ્ત્રોના અર્થ શોધવા એ ઘણું ગહન કાર્ય છે. એક અર્થ કરતાં બીજાને ગૌણ કરાય ત્યાં સુધી વાંધો નથી, પણ બીજાનો વિરોધ થઈ જાય તો મહાહાનિ સર્જાય છે. માર્ગ ઉન્માર્ગ બની જાઈ છે. એ કારણે તો નિર્વેદી, વૈરાગી, સંવેગી એવા ગીતાર્થો શાસ્રાર્થને યથાર્થરૂપમાં સમજી-સમજાવી શકે, એમ કહ્યું છે.
સુમન ! વૈદ્યક ગ્રંથો ભણવા સરળ છે. ભણવા છતાં રોગનિદાન દુષ્કર છે. એથી પણ રોગનો પ્રતિકાર કરનારા ઔષધનો નિર્ણય અધિક દુષ્કર છે. સુમન ! એવા વૈદ્યો વિરલ અને એ વિષયનું યથાર્થ સાહિત્ય રચનારા તો કોઈક જ.
સુમન ! ભણવું સહેલું છે, ગણવું દુષ્કર છે. તેમ અહીં પણ શાસ્ત્ર રહસ્યોને સૂત્રોમાંથી શોધવાં અને સમજાવવાં દુષ્કર છે. એથી તો સકળશાસ્ત્રોના મર્મને-ઐદંપર્યને જાણનારા પ્રાવચનીને શાસનપ્રભાવક કહ્યા છે. ઉપરાંત જે જીવને જે રીતે જે કાળમાં, જે ૧૦૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા