________________
ઔષધિ નિર્મળ અને સ્વચ્છ બનાવે છે. એવી બુદ્ધિથી કરાયેલાં લૌકિક લોકોત્તર સર્વ કાર્યો અપ્રમાદરૂપ હોઈ આત્માને હિતકર બને છે.
સુમન, ગૃહસ્થ પોતાના પ્રત્યેક કાર્યમાં ધર્મની સહાય સ્વીકારે તો તેની બુદ્ધિ નિર્મળ-અમૂઢ થવાથી ગૃહસ્થાશ્રમમાં તે ડૂબી જતો નથી પણ તે તે લૌકિક કાર્યો કરવા છતાં બુદ્ધિ શુદ્ધ રહેવાથી વૈરાગ્ય ટકી રહે છે અને સંસારને છોડી સંયમી પણ બની શકે છે.
ગૃહસ્થજીવનનાં પ્રત્યે કાર્યોમાં બુદ્ધિ શુદ્ધ કરવા ધર્મ ક૨ણીય છે અને સાધુજીવનમાં બુદ્ધિ શુદ્ધ અને અમૂઢ હોવાથી પ્રત્યેક કાર્યોમાં આત્માને શુદ્ધ ક૨વા ધર્મ કરણીય છે. એથી જ ગૃહસ્થનાં ધર્મકાર્યોમાં પુણ્યબંધ મુખ્ય છે અને સાધુને નિર્જરા મુખ્ય છે.
સુમન, આ અને આવું બીજું પણ ઘણું સમજવા યોગ્ય છે, તે પુનઃ આપણે મળીશું ત્યારે વિચારીશું. હાલ તો આજે મેં જે કહ્યું તેનું ચિંતન કરજે, એથી બીજી વાતો સમજવી સરળ થશે.
ધર્મમિત્ર ‘શ્રેયસ્’
મહામૂલો બોધ
સાધનાની પૂર્ણતાને વરેલા અને સાધનાના માર્ગે ચાલી રહેલા શ્રીપંચપરમેષ્ઠિઓના નામ અને નમસ્કારને સૂચવતા અક્ષરો મંત્રરૂપ બની જાય છે. પછી, એ બારાખડીના અક્ષરો રહેતા નથી પણ મંત્રદેવતા બને છે. ભવોષિતારક તીર્થનું સ્વરૂપ ધારણ કરે છે.
गुरौ मानुष बुद्धिं च मन्त्रे चारबुद्धिकं । प्रतिमासु शिलाबुद्धिं कुर्वाणो नरकं व्रजेत् ॥
ગુરુમાં એક સામાન્ય માનવી તરીકેની કલ્પના, મંત્રમાં બારાખડીના અક્ષરની માન્યતા અને દેવમૂર્તિમાં પથ્થરની બુદ્ધિ કરનાર આત્મા નરકે જાય છે. ગુરુને દેવતુલ્ય માનવાથી—મંત્રાક્ષરોનું વારંવાર મનન કરવાથી અને પ્રતિમામાં પરમાત્મ બુદ્ધિ રાખવાથી તેમાં રહેલી અજબ શક્તિઓનો સાધકને અનુભવ થાય છે. ગુરુમાં શિષ્યના તત્ત્વવિષયક સંદેહોને ટાળવાની, મંત્રમાં મનના અશુભ વિકલ્પોથી સંરક્ષણની અને ભગવાનની પ્રતિમામાં આત્મદર્શન કરાવવાની શક્તિ રહેલી છે.
૧૦૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા