________________
આત્માનો સંસાર ઘટે છે. ભલે, દેખાવમાં તે સાંસારિક હોય.
એથી વિપરીત મૂઢબુદ્ધિથી કરેલું કાર્ય પ્રમાદ છે, એનાથી સંસાર વધે છે, ભલે પછી દેખાવમાં તે ધાર્મિક હોય.
આ કારણે જ શ્રીજિનેશ્વરદેવોએ સમ્યગ્દર્શનને મહત્ત્વ આપ્યું છે. એના વિના મોક્ષ ન જ થાય એમ કહ્યું છે. ‘અણગાર બન્યા વિના’ કે ‘ભોગ તજ્યા વિના મુક્તિ ન થાય એમ ન કહ્યું,' ‘જૈનશાસ્ત્રોને ભણ્યા વિના મુક્તિ ન થાય' એમ ન કહ્યું, પણ ‘સમ્યગ્ દર્શન વિના મુક્તિ ન થાય' એમ કહ્યું તેની પાછળ ક્યું તત્ત્વ છૂપાયેલું છે.
સુમન ! વસ્તુતઃ સંસાર અને મુક્તિનું મૂળ બુદ્ધિ છે. એથી જ કહ્યું છે કે “મન ડ્વ મનુષ્યાળાં જારનું વધમોક્ષયોઃ' - અર્થાત્ મનુષ્યોનું મન એ જ સંસારનું અને મુક્તિનું કારણ છે. આ મન એટલે બુદ્ધિ. જો તે મૂઢ હોય તો સંસારમાં રખડાવે અને અમૂઢ હોય તો સંસારથી છોડાવે. કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજીએ પણ કહ્યું જ છે કે– અયમાભૈવ સંસારઃ, વષાયેન્દ્રિયનિનિતઃ । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनिषिणः ॥
કષાયો અને ઇન્દ્રિયોથી જીતાયેલો આ મૂઢ આત્મા એ જ સંસાર છે અને તેનો વિજય કરનારા અમૂઢ તે આત્માને જ જ્ઞાનીઓ મોક્ષસ્વરૂપ કહે છે.
સુમન ! તને સમજાયું હશે કે ધર્મનો આધાર અમૂઢ બુદ્ધિ છે અને અમૂઢ– શુદ્ધબુદ્ધિનું કારણ લૌકિકલોકોત્તર સર્વ ઉત્તમ અનુષ્ઠાનો છે.
આ જ કારણે લૌકિક કાર્યોમાં પણ દેવદર્શન, વંદન, પૂજન વગેરેને મોખરે રાખવાનાં છે.
ધન કમાવા માટે દુકાને તો જવું જ પડે. પણ ત્યાં ગયા પછી ધનના લોભે અન્યાય અનીતિ કરવાની દુષ્ટ બુદ્ધિ ન થાય, એ ઉદ્દેશથી આપણે શ્રીનવકારનું સ્મરણ કરીને પગલું ભરીએ છીએ. અહીં ધન મેળવવા શ્રીનવકારનું સ્મરણ કરીએ તો પ્રમાદ અને અન્યાય-અનીતિથી બચવા દુકાને જતાં પણ શ્રીનવકારને આગળ કરીએ તો
અપ્રમાદ.
બ્રહ્મચર્ય પાલન કરવાનું સામર્થ્ય ન પ્રગટે, ત્યાં સુધી લગ્ન અનિવાર્ય છે, તેથી કરવું પડે, પણ લગ્ન પછી ભોગના કીડા બની સંસાર વધારવા જેવી આસક્તિમાં ન સપડાઈએ, બુદ્ધિમાં વૈરાગ્ય ટકી રહે, એ માટે લગ્નાદિ પ્રસંગોમાં પણ પ્રભુભક્તિ વગેરેના મહોત્સવો ઊજવીએ છીએ. અહીં પણ ભોગસુખ માણવા મહોત્સવો ઊજવીએ ૧૦૪ • ધર્મ અનુપ્રેક્ષા