________________
અનુપ્રેક્ષાશક્તિની અગાધ મહત્તા
| (સ્વની અધિક ચિંતાને કારણે, સ્વ-પર ઉપકારક શાસ્ત્રોના અર્થ અને ભાવ સંબંધી આપણી અનુપ્રેક્ષા (મૌલિક ચિંતન) શક્તિ ખરેખર ઘટી છે. તે શક્તિની અગાધ મહત્તા આ લેખની પંક્તિએ પંક્તિએ ઝળહળે છે. દાંત સિવાય ઊંચો, સાત્ત્વિક આહાર પણ ભાગ્યે જ ચાવી શકાય, તેમ અનુપ્રેક્ષાભાવ સિવાય, શ્રીજિનેશ્વર ભગવાનના અનંત ઉપકારક વચનનો યથાર્થ મર્મ ભાગ્યે જ ઝીલી શકાય, જીવનના અંગભૂત બનાવી શકાય. સં.)
સુમન ! ગઈ વખતે કરેલી વાતો ઉપર તેં ચિંતન કર્યું હશે. તને સમજાયું હશે કે ગૃહસ્થજીવનનાં પ્રત્યેક કાર્યોને ધર્મસ્વરૂપ બનાવવા માટે જિનવચનનો આશ્રય લીધા વિના ચાલે તેમ નથી.
સાંભળ ! એ માટે જરૂરી એક વાત હું તને સમજાવું છું.
જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉદયથી સંસારી જીવ માત્ર છદ્મસ્થ એટલે અજ્ઞ છે. તેથી તે સુખના પ્રયત્નો કરે તો પણ પ્રાયઃ વિપરીત થાય છે. એ કારણે તો આપણે અનંત કાળથી પ્રત્યેક જન્મમાં સુખ માટે ઘણું ઘણું કર્યું, પણ સુખ ન મળ્યું, દુઃખ વધતું જ રહ્યું. શું કોઈ કાર્ય તેને કરવાની આવડત વિના સિદ્ધ થાય?
આ જ્ઞાન આપણે જ્યાં સુધી પ્રકાશમાં ન આવે, ત્યાં સુધી બીજાના જ્ઞાનનો આશ્રય લેવો જ રહ્યો. તે પણ જે તે જ્ઞાનનો નહિ, પણ જ્ઞાનસંપૂર્ણ એવા શ્રી તીર્થકર ભગવંતના જ્ઞાનનો જ. . એ કારણે કે તેઓ પોતાના જ્ઞાનનો સંપૂર્ણ પ્રકાશ કરીને પછી જગતના જીવોને માર્ગ બતાવી ગયા છે.
એમ છતાં સુમન ! જગતના ત્રણે કાળના ભાવો એટલા બધા છે કે તેને શબ્દોથી પૂર્ણતયા શ્રીતીર્થકરો પણ ન સમજાવી શકે.
- એથી તો તેઓએ કહ્યું છે કે સમજવા યોગ્ય ભાવોને પૂર્ણતયા સમજવા છતાં તેનો અનંતમો ભાગ જ વાણીથી સમજાવી શકાય તેમ છે. શું ઘઉં, જુવાર, બાજરો વગેરેના લોટનો સ્વાદ ચાખીને, સમજવા છતાં તેમાં રહેલું અંતર યથાર્થરૂપમાં બીજાને શબ્દોથી સમજાવી શકાય ? એમ ભિન્ન ભિન્ન ભાવોમાં રહેલું તારતમ્ય પણ શબ્દોથી પૂર્ણતયા કદી ન સમજાવી શકાય.
ધર્મ અનપેક્ષા • ૧૦૭