________________
તે પ્રમાદ અને લગ્ન કરવા છતાં ભોગાસક્તિથી બચવા મહોત્સવો ઊજવીએ તે અપ્રમાદ. •
- એમ ભોજન ભાવે, શરીર પુષ્ટ બને, ખાધેલું પચી જાય, વગેરે ઇચ્છાથી ભોજન પહેલાં શ્રીનવકારનું સ્મરણ કરવું તે પ્રમાદ અને સ્વાદિષ્ટ ભોજન લેવા છતાં તેના રસમાં ન લપટાવા માટે શ્રીનવકારનું સ્મરણ કરવું તે અપ્રમાદ.
સુમન ! મોહમૂઢ બનનારી સાંસારિક ક્રિયાઓથી આપણે એકાએક નહિ છૂટી શકીએ, એ માટે તો ઘણી ઘણી શુદ્ધિ કરવી પડશે. માટે જયાં સુધી આપણે એવું યોગબળ ન પામીએ, ત્યાં સુધી ક્રિયાઓ કરતાં પણ આપણે મૂઢ બની નવો નવો કર્મોનો બંધ ન કરી બેસીએ, અમૂઢ લક્ષ્યવાળા રહી શકીએ અને સાંસારિક કાર્યો કરતાં પણ કર્મનો ભાર ઓછો કરી શકીએ, એ કારણે પ્રત્યેક કાર્યોમાં ધર્મને આગળ રાખવો જરૂરી છે. - સુમન, ગૃહસ્થજીવનમાં અનેક પાપકાર્યો અનિવાર્ય છે, સાધુપુરુષો જ એનો ત્યાગ કરી શકે છે. જો આ કાર્યોમાં આપણે ધર્મનું શરણ ન લઈએ તો આપણી શું દશા થાય ? સાધુ જીવનની શુભ પ્રવૃત્તિ સ્વરૂપે શુભ છે, છતાં સાધુપુરુષો પ્રત્યેક કાર્યોમાં શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોનું શરણ કરે છે, તો ગૃહસ્થને પ્રત્યેક કાર્યમાં ધર્મને આગળ રાખ્યા વિના કેમ ચાલે ? એક તો ઘણું ખરું સાવદ્ય જીવન અને તેમાં ધર્મનું શરણ ન લઈએ તો પરિણામ શું આવે ? ' ' સુમન, ધર્મનું બળ પામ્યા વિના બુદ્ધિ શુદ્ધ થતી નથી, અમૂઢ લક્ષ્યતા પ્રગટતી નથી. માટે તો જ્ઞાની ભગવંતો બેસતાં-ઉઠતાં, ઊંધતાં-જાગતાં, ખાતાં-પીતાં, લેતાં-દેતાં કે જતાં-આવતાં, સર્વ કાર્યોમાં શ્રીનવકારમંત્રનું મંગળ કરવાનું કહે છે. પ્રત્યેક કાર્યમાં બુદ્ધિને નિર્મળ અને અમૂઢ રાખવાના ઉદ્દેશથી સાધુભગવંતો પણ ભોજન, વિહાર, નિદ્રા, વગેરે કાર્યો પહેલાં શ્રીનવકારસ્મરણાદિ મંગળ કરે છે. કદાચ તેઓ ન કરે તો ચાલે કારણકે તેઓની પ્રત્યેક પ્રવૃત્તિ શુભ હોય છે. ગૃહસ્થને તો પ્રત્યેક પ્રવૃત્તિ પ્રાય: સાવદ્ય હોવાથી તેમાં ધર્મને આગળ રાખવો જ પડે. અન્યથા તેનું ગુણસ્થાનક ટકે જ નહિ. વધે જ નહિ. લૌકિક કાર્યોમાં ધર્મની સહાય લેવી, એ પ્રમાદ એવું તું સમજે છે તે યથાર્થ નથી. વસ્તુતઃ લૌકિક કે લોકોત્તર કોઈપણ કાર્યમાં બુદ્ધિને અમૂઢ લક્ષ્યવાળી રાખવા માટે મંગળ તરીકે ધર્મની સહાય તો લેવી જ જોઈએ. સર્વ શુભ કાર્યોનો આધાર શુદ્ધ બુદ્ધિ છે અને બુદ્ધિને શુદ્ધ કરનાર એક જ ધર્મરૂપ ઔષધિ છે. જેમ મેલા પાણીમાં પડેલું કતકનું ચૂર્ણ પાણીને શીધ્ર નિર્મળ બનાવે છે, તેમ મોહમલિન બુદ્ધિને પણ ધર્મરૂપ
ધર્મ અનુપેક્ષા • ૧૦૫