________________
એ રીતે શ્રીનવકાર મંત્ર એ કૃતજ્ઞતા અને પરોપકારનો મહામંત્ર બને છે.
પરની કિંમત જ્યાં સુધી સ્વતુલ્ય સ્વીકારમાં ન આવે, ત્યાં સુધી સ્વની કિંમતી વધતી નથી એટલું જ નહિં પણ કૃતજ્ઞતા અને પરોપકાર નામના મહાગુણો વિકસતા નથી. પ૨ને સ્વતુલ્ય માન્યા પછી કૃતજ્ઞતા અને પરોપકાર સહજ બને છે. કૃતજ્ઞતા અને પરોપકાર એ બે ગુણો ૫૨ને સ્વતુલ્ય સમજવા અને સ્વીકારવાનાં અભ્યાસરૂપ જ છે. પોતે જેના ઉપર ગુણ કરે તે જો કૃતઘ્ન બને તો તેની ઉન્નતિ થાય નહિ. એ જ ન્યાયથી પોતાના પર જે ગુણ કરે તેનો ઉપકાર ન માનવામાં આવે તો પોતાની ઉન્નતિ થાય નહિં. એ સમજમાંથી કૃતજ્ઞતા અને પરોપકારગુણનું પાલન થઈ શકે છે.
શ્રીતીર્થંકરભગવાન ભગવાન બન્યા છે, કારણ કે તેમણે ૫૨ના ગુણને સ્વીકાર્યા છે અને પ૨ને ગુણ કરવા માટે પુરુષાર્થ સેવ્યો છે. અયોગ્યતાને ટાળવા અને યોગ્યતાને વિકસાવવા જે બે ગુણની જરૂર છે, તેનું જ નામ કૃતજ્ઞતા અને પરોપકાર છે જેને
પરોપકારની પડી નથી તેની અયોગ્યતા એટલે સ્વાર્થપરાયણતા જતી નથી. જેને બીજાથી પોતાને થયેલા ગુણની કદર નથી, તેની પણ સ્વાર્થપરાયણતા ટળતી નથી. સ્વાર્થપરાયણતાનેં પુષ્ટ કરનાર કૃતઘ્નીપણું અને પરાપકારતા મુખ્ય છે. પોતાને પરાપકાર ગમતો નથી પણ પરોપકાર ગમે છે. તથા પરનું કૃતઘ્નીપણું ગમતું નથી પણ કૃતજ્ઞપણું ગમે છે, માટે આત્મતુલ્ય પરનું જ્ઞાન જેને સિદ્ધ કરવું છે, તેણે ‘કૃતજ્ઞતા અને પરોપકાર' એ બે ગુણોને અપનાવવા જોઈએ. જો એ બે ગુણોનો સ્વીકાર અને વિકાસ કરવામાં ન આવે તો અનંત એવા પરની વિરાધનાનું મહાપાપ તેને પળે પળે લાગ્યા કરે. પરની કિંમત જેટલી ઓછી આંકે તેટલી પોતાની કિંમત પણ ઘટતી જ જાય. કારણ કે જેટલી પરની કિંમત આપણે આંકી શકીએ છીએ તેટલી જ આપણી કિંમત થાય છે. આત્મરૂપ વડે સઘળા આત્મા સરખા હોવાથી જ્યાં સુધી સ્વપરની (આત્મદૃષ્ટિએ) તુલ્ય કિંમત ન અંકાય. ત્યાં સુધી જ્ઞાન-દર્શનમાં મિથ્યાપણું ટળતું નથી અને એ મિથ્યાત્વ જીવને અનંતકાળ પર્યંત સંસારમાં ભટકાવ્યા સિવાય રહેતું નથી. તેમાંથી છૂટવાનો સક્રિય ઉપાય કૃતજ્ઞતા અને પરોપકારગુણનું પાલન છે. તે બે ગુણોના પાલનનો સતત અભ્યાસ વિકસાવવા માટે શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનો આશ્રય અવશ્ય લેવો જોઈએ. એ મહામંત્રના પ્રભાવે કૃતજ્ઞતા અને પરોપકારભાવ વિકસે છે અને સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યભાવનું સક્રિય પાલન થાય છે. એ પાલન જીવને કર્મના સંબંધમાંથી છોડાવીને મુક્તિની સાથે સંબંધ કરાવી આપે છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૯૩