________________
માનનાર કૃતજ્ઞ કહેવાય છે. જેને જે સારો માનતાં શીખે તેને તે કાલક્રમે પણ કર્યા વિના
ન રહે.
•
પરોપકાર કૃતજ્ઞતા ગુણ જેમ “કૃત' એટલે કરેલાનું, બીજાએ આપણા ઉપર કરેલા ઉપકારોનું અર્થાત પરોપકારનું સ્મરણ કરાવે છે, તેમ પરોપકાર પણ પરના આપણા ઉપર થતાં ઉપકારોનું સ્મરણ એટલે કૃતજ્ઞતાનું સ્મરણ કરાવે છે. પરોપકાર એ સ્વોપકારનું અણમોલ સાધન છે જેમ પરોપકાર સ્વપકારનું કારણ છે. એટલે પરોપકાર વડે પરનો નહિ પણ સ્વનો ઉપકાર સધાય છે, “પર” તેના પર થતા ઉપકાર વડે ઉપકાર કરનારના “સ્વ”ને તારનાર થાય છે. એ તત્ત્વજ્ઞાનના આધારે પરોપકાર એ સ્વઉપકારને જણાવનાર હોવાથી કૃતજ્ઞતાને-પુષ્ટ કરે છે અને કૃતજ્ઞતા એ પરના થયેલા ઉપકારનું વૈશિસ્ય જણાવનાર હોવાથી પરોપકારને પુષ્ટિ આપે છે. આમ પરોપકાર અને કૃતજ્ઞતા એ બે ગુણ પરસ્પર સંબંધવાળા હોઈને જીવની યોગ્યતા વિકસાવે છે અને અયોગ્યતા ટાળે છે. પરને ઉપકારક ન માનવો એ અયોગ્યતા છે–અપાત્રતા છે. પરને ઉપકારક માનવો એ યોગ્યતા છે–પાત્રતા છે. ઉપકાર માનવાથી કૃતજ્ઞતા અને ઉપકાર કરવાથી પરોપકાર એ બે ગુણ વડે ભવ્યત્વભાવનો વિકાસ અને સહજભાવમળનો હ્રાસ થાય છે.
આત્મસમદર્શિત | ગૃહસ્થોને જેમ ન્યાયોપાર્જિત વિત્ત એ મૂળ ગુણ છે, તેમ મુમુક્ષુઓને આત્મસમદર્શિત્વ એ મૂળ ગુણ છે. આત્મસમદર્શિત્વ એ ન્યાયબુદ્ધિનું જ ફળ છે. મનુષ્યને યોગ્યાયોગ્યનો વિભાગ કરવા માટે જે બુદ્ધિ મળી છે, તે બુદ્ધિ તેને નીચેનો વિભાગ કરી આપે છે. ભક્ષ્યાભઢ્ય, પેયાપેય, કૃત્યાકૃત્ય અને ગમ્યાગમ્ય, અથવા
“માતૃવત્ પરાપુ, પરબ્યપુ નોકવન્ !
आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति ॥' મનુષ્યને વિવેકદર્શન શક્તિ મળી છે, તેના ફળરૂપે ગમ્યાગમ વિભાગમાં માતૃવત્ પારેવું કૃત્યાકૃત્ય વિભાગમાં ‘પદ્રવ્યપુ તોછવ' તેમ એ બધા કર્તવ્યના
ધારમાં સ્વપર તુલ્યતાની દૃષ્ટિ પણ આવશ્યક છે. તેથી ‘નાત્મવત્ સર્વભૂતેષુ' પણ કહ્યું છે. જો “આત્મસમદર્શિત્વ' નામનો ગુણ ન હોય તો કૃત્યાકૃત્ય, ગમ્યાગમ્ય, કે ભક્ષ્યાભઢ્યાદિ વિભાગના વિવેકની કોઈ આવશ્યકતા જ રહેતી નથી, તેથી બધા સદ્ગણોના આધારભૂત આત્મસમદર્શિત્વનો ભાવ માનવ માત્રમાં હોવો જોઈએ. એ
ધર્મ અનપેક્ષા • ૫