________________
અને ત્રણ પ્રત્યયથી ધર્મમાર્ગ અને તેની આરાધના વિશ્વમાં પ્રચલિત છે.
આરાધનાના ત્રણ અંગો સર્વ દર્શનોમાં, ધર્મોમાં શ્રી જિનશાસન પ્રધાન છે, એની પ્રતીતિ શ્રીજિનશાસને બતાવેલ આરાધનાના ત્રણ મુખ્ય પ્રકારો વડે થઈ શકે છે. શ્રીજિનશાસનને બતાવેલા આરાધનાના ત્રણ મુખ્ય પ્રકારોનાં નામ દુષ્કૃતગહ, સુકૃતાનુમોદના અને ચતુદશરણગમન છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ નીચેના એક જ શ્લોકમાં એ ત્રણ સાધનોને વર્ણવે છે.
स्वकृतं दुष्कृतं गर्हन्, सुकृतं चानुमोदयन् ।
नाथ ! त्वच्चरणौ यामि, शरणं शरणोज्झितः ॥२॥ અર્થ :- હે નાથ ! મેં કરેલા દુષ્કતોની ગહ કરતો અને સુકૃતોની અનુમોદના કરતો શરણ રહિત એવો હું આપના ચરણોના શરણને સ્વીકારું છું.
(વીતરાગસ્તોત્ર પ્ર. ૧૭. શ્લોક ૧.) દુષ્કૃતની ગહપૂર્વક દુષ્કૃત ન કરવું, સુકૃતની અનુમોદનાપૂર્વક સુકૃત કરવું અને પોતાને અન્ય સર્વ વસ્તુઓના શરણથી રહિત અશરણ માનીને પ્રભુના શરણે જવું, એ શ્રી જિનશાસનની આરાધનાનું ઉંડામાં ઉંડું રહસ્ય છે. દુષ્કૃત ન કરવાનો ઉપદેશ તો ઘણા આપે છે. સુકૃત કરવાનો તથા પ્રભુના શરણે જવાનો ઉપદેશ પણ સર્વત્ર મળે છે. કિન્તુ દુષ્કૃત-માત્રની ટકાલિક ગહ, સુકૃત માત્રાની સાર્વદેશિક અનુમોદના અને અન્યશરણરહિત પ્રભુના અનન્ય શરણનો ઉપદેશ વ્યાપક રીતે માત્ર એક શ્રીજૈનશાસનમાં જ મળે છે. જૈનશાસનની આરાધનાનો પાયો દુષ્કતની ગર્તામાં છે, સુકૃતની અનુમોદનામાં છે અને પ્રભુની અનન્ય શરણાગતિમાં છે. ગર્તાના પરિણામ વિના દુષ્કૃત ઘણીવાર જીવે છોડ્યું છે, અનુમોદનાના પરિણામ વિના સુકૃત ઘણીવાર જીવે કર્યું છે, પ્રભુને અનન્ય–આધાર માન્યા વિના પ્રભુને ઘણીવાર ભજયા છે, પરંતુ તેટલા માત્રથી ભવનો અંત આવ્યો નથી, પાપના અનુબંધ તુટ્યા નથી, પુણ્યના અનુબંધ પડ્યા નથી. ભવનો અંત લાવવા માટે, પાપના અનુબંધ તોડવા માટે અને પુણ્યના અનુબંધ પાડવા માટે શ્રી જિનશાસને બતાવેલા આરાધનાના ત્રણ પ્રકારો જીવનમાં લાવવા જોઈએ. અરિહંતાદિચારની અનન્ય શરણાગતિ ભવનો અંત લાવે છે, દુષ્કૃત માત્રની ગહ પાપના અનુબંધોને તોડે છે અને સુકૃત માત્રની અનુમોદના પુણ્યના અનુબંધોને સરજે છે. શ્રીનમસ્કાર મહામંત્રમાં આરાધનાના એ ત્રણે અંગોનો એક સાથે
૯૮ • ધર્મ અનપેક્ષા