________________
ધર્મપ્રતીતિ
A (સર્વજ્ઞ પ્રભુજી કથિત ધર્મની આરાધનાના ત્રણ અંગો, ધર્મની આરાધનાનું મૂળ અને સાચું અનુમોદન એ મુદ્દાઓ ઉપર ચિંતનાત્મક આ લેખ ઉપકારક પ્રકાશ ફેંકે છે. સં.)
આત્મા, ગુરુ અને શાસ્ત્ર જૈનશાસન સર્વજ્ઞકથિત છે. તેની પ્રતીતિ ત્રણ પ્રકારે થઈ શકે છે. આત્મા, ગુરુ અને શાસ્ત્ર. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે,
. आया गुखो सत्थं तिपश्चया वाऽऽदिमो च्चिय जिणस्स ।
सपच्चवखत्तणओं सेसाण उ तिपयारो वि ॥१॥ અર્થ :- આત્મા, ગુરુ અને શાસ્ત્ર એ ત્રણ પ્રત્યયો છે. એમાં પહેલો આત્મલક્ષણ પ્રત્યય તીર્થકર ભગવંતોને હોય છે. તેઓ સર્વજ્ઞ હોવાથી આત્મપ્રત્યક્ષ કરીને ધર્મને કહે છે. ગણધરભગવંત અને તેમના શિષ્ય-પ્રશિષ્યો આદિને પણ ત્રણ પ્રકારે ધર્મની પ્રતીતિ હોય છે. આત્મપ્રતીતિ, ગુરુપ્રતીતિ અને શાસ્ત્રપ્રતીતિ. તેમાં પ્રથમ આત્મપ્રતીતિ એટલે કોઈ પણ પ્રેક્ષાવાન પુરુષ “આ વ્યાજબી છે,” એમ ધારીને જ ધર્મને અંગીકાર કરે છે ગુરુપ્રતીતિ એટલે ગણધર ભગવંતના ગુરુ તીર્થકર ભગવંત છે. તેમના ઉપરના વિશ્વાસથી ગણધરો ધર્મનો અંગીકાર કરે છે. તેઓ વિચારે છે કે અમારા આ ગુરુ પ્રત્યક્ષ અનુભવસિદ્ધ સર્વજ્ઞ છે. કેમ કે તેઓ અમારા સર્વ સંશયોને છેદનારા છે તથા રાગદ્વેષ અને ભયરહિત પણ છે. તે ત્રણ દોષોનું એક પણ ચિહ્ન તેમનામાં દેખાતું નથી. એમ સર્વજ્ઞ તથા રાગ-દ્વેષ-ભયથી રહિત હોવાથી તેઓ કદાપિ અસત્ય બોલે નહિ, તેથી તેમનું વચન શ્રદ્ધેય છે. તેઓ સામાયિકધર્મનો જે ઉપદેશ આપે છે, તે યથાર્થ છે–સત્ય છે. વળી તેઓ અનુપકૃત પરાનુગ્રહપર છે. કૃતકૃત્ય હોવાથી આત્મોપકારથી નિરપેક્ષપણે પરને ઉપકાર કરનારા છે. તેથી ત્રિભુવનને તેમનું વચન માન્ય છે–પ્રમાણ છે. તેઓ જે સામાયિકધર્મનો ઉપદેશ આપે છે, તે અમારે માટે શ્રદ્ધેય છે. તે રીતે ગણધર ભગવંતના શિષ્ય-પ્રશિષ્યો પણ પોતપોતાના ગુરુઓના ગુણોનો પ્રત્યક્ષ અનુભવ કરવાથી ધર્મશ્રદ્ધાવાળા બને છે.
આત્મપ્રતીતિ અને ગુરુપ્રતીતિની જેમ ત્રીજી પ્રતીતિ શાસ્ત્રપ્રતીતિ છે. શાસ્ત્ર સર્વ જીવને હિતકર છે, તથા પૂર્વાપર અવિરુદ્ધ છે. આ શાસ્ત્ર જે સામાયિકધર્મને ઉપદેશે છે, તે સામાયિકધર્મ સર્વ ગુણી પુરુષોને ગ્રહણ કરવા યોગ્ય છે. તેથી અમને ઉપાદેય છે. એ રીતે શાસ્ત્રની પ્રતીતિથી પણ ધર્મનો સ્વીકાર થાય છે. એ રીતે આત્મા, ગુરુ અને શાસ્ત્ર
ધર્મ અનપેક્ષા • ૯૭