________________
હોય તો જ તેના ઉપર જ્ઞાન-ધ્યાન-તપ-જપની સફળતા છે. અન્યથા અહંકાર-મમકાર પોષક બનીને ભવવૃદ્ધિનો હેતુ થાય છે. માર્ગાનુસારીબુદ્ધિ જેમ ન્યાસંપન્નવૈભવાદિ ગુણોમાં હેતુભૂત છે, તેમ તે જ માર્ગાનુસારીબુદ્ધિ આત્મસમદર્શિત્વમાં, માતૃવત્ પરદારબુદ્ધિમાં, લોવત્ પરધનબુદ્ધિમાં હેતુભૂત છે અને એ બુદ્ધિ જ આગળ વધીને આત્મજ્ઞાનમાં પણ કારણભૂત થાય છે.
આત્મા દેહાદિથી ભિન્ન છે. ઉપયોગાદિ લક્ષણવાળો છે, ચેતન અને અવિનાશી પદાર્થ છે. આ બધું શાસ્ત્રીય જ્ઞાન ‘પરજ્ઞાન'-૫૨ તરફથી મળેલું જ્ઞાન છે. તેને ‘સ્વજ્ઞાન’ બનાવવા માટે, તે જ્ઞાનને પોતાનું અનુભવાત્મક બનાવવા માટે એ જ્ઞાન આપનાર મહાપુરુષો પ્રત્યે કૃતજ્ઞ બનવું જોઈએ, અને એ જ્ઞાન જેઓમાં નથી તેઓને પમાડવા માટે નિઃસ્વાર્થ પ્રયત્ન કરવો જોઈએ, એમ કરવાથી તે જ્ઞાન પોતાનું બનાવી શકાય છે. અન્યથા તે પારકું જ રહે છે. જેમ બીજાની ભોજન ક્રિયાને જાણવાથી પોતાને તૃપ્તિ થતી નથી, તેમ બીજાની જ્ઞાનક્રિયાને જાણવા માત્રથી પોતાને તે જ્ઞાન ફળદાયી બનતું નથી. ભોજન ક્રિયાની જેમ તે જ્ઞાનને પોતાનું બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયાસનું નામ જ જ્ઞાનદાતા પ્રત્યે નમ્ર અને કૃતજ્ઞ બનવું તે છે. તેથી તે જ્ઞાનનું પાચન થાય છે, તે જ્ઞાન અનુભવાત્મક બને છે અને આત્માના રૂપ-ગુણ-બળની વૃદ્ધિ કરનારું થાય છે.
કૃતજ્ઞતા જેમ જ્ઞાનસ્વરૂપ છે, તેમ પરોપકારવૃત્તિ પણ નિપુણબુદ્ધિગમ્ય હોવાથી કથંચિત્ જ્ઞાનસ્વરૂપ માનેલ છે. પરોપકાર જેમ સ્વોપકારમાં નિમિત્ત બને છે, તેમ પરોપકાર એ સ્વોપકારમાં નિમિત્ત થાય છે. એ એક પ્રકારનું વિશેષ જ્ઞાન છે અને તે નિપુણબુદ્ધિગમ્ય છે અને પરહિતચિંતા એટલે ‘પરસ્માત્ મમ હિત મવતિ રૂતિ વિન્તા રૂપિ અર્થી યુòઃ ।' બીજાથી મારું હિત થાય છે એવી વિચારણા, આ અર્થ પણ વ્યાજબી છે. સર્વ જીવો ઉપર આત્મદૃષ્ટિ રાખ્યા વિના કોઈ પણ આત્મા કદી ચિત્તશાંતિ યા ભાવસમાધિ પામી શકતો નથી.
आत्मवत् सर्वजीवेषु, दृष्टिः सर्वोन्नतिकारिका । भावशान्तिप्रकाशार्थं देया भक्तिपरायणैः ॥ १ ॥
સર્વ જીવો આત્મ સમાન છે, એવી દૃષ્ટિ સર્વની ઉન્નતિ કરનારી છે, તેથી ભક્તિપરાયણ પુરુષોએ ભાવશાંતિને પ્રગટ કરવા માટે તે દૃષ્ટિ ધરાવવી જોઈએ.
૯૬ • ધર્મ અનુપ્રેક્ષા