________________
સંગ્રહ થયેલો છે, તેથી તે મહામંત્ર છે. તેનું સતત સ્મરણ, ચિન્તન અને મનન અનુપમ સુખનો હેતુ છે.
આરાધનાનું મૂળ નમ્રવૃત્તિ
સઘળી આરાધનાનું મૂળ નમ્રવૃત્તિ છે. પ્રભુએ સપ્રતિક્રમણ ધર્મ કહ્યો છે, તેની પાછળ પણ એ જ રહસ્ય છે. જીવો પ્રત્યે આક્રમણ એ અધર્મ છે. આક્રમણ અનુપયોગો પણ થઈ ગયું હોય તો તેનાથી પાછા ફરવું, પ્રતિક્રમણ કરવું તે ધર્મ છે. ધર્મના સાધકે આક્રમણ નહિં પણ પ્રતિક્રમણ—સ્વસંરક્ષક બનવાનું છે. સ્વ-એટલે આત્મા, તેનું સરંક્ષણ તો જ થાય કે સદા નમ્રવૃત્તિ ટકી રહે. ધર્મનો વિરાટ મહિમા જેઓના ખ્યાલમાં સહજપણ આવે, તેઓ નમ્ર બન્યાં સિવાય રહી શકે જ નહિ, ધર્મનો પ્રતિપક્ષી અધર્મ છે. અધર્મના માર્ગે ચાલવામાં રહેલી આપત્તિ અને ધર્મમાર્ગે ચાલવામાં રહેલી સંપત્તિ તેનું જ્ઞાન અને સંવેદન જેઓને થાય છે, તેઓ હંમેશાં નમ્ર રહે છે. માળાના મણકાઓમાં રહેલા દવ૨ક–દોરાની જેમ—ધર્મના પ્રત્યેક અનુષ્ઠાનો, અહિંસા, સંયમ, તપ વગેરે મણકાઓમાં નમ્રતારૂપી દવ૨ક પરોવાયેલો રહે, તો જ તે માળા સ્વરૂપ બની શકે, અને કંઠ ઉ૫૨ ધા૨ણ ક૨વાને લાયક થાય, જો નમ્રતારૂપી દોરો ખસી ગયો કે તૂટી ગયો, તો છૂટા પડેલા બધા મણકા પહેરવા માટે અયોગ્ય બને છે. નમ્રતામાં ક્ષમા છે, નમ્રતામાં ઔદાર્ય છે, નમ્રતામાં દાક્ષિણ્ય છે. નમ્રતામાં સૌજન્ય છે અને નમ્રતામાં શમ, દમ અને સંતોષ છે. ગુણમાત્રની જનની નમ્રવૃત્તિ છે. એ નમ્રવૃત્તિ વડે ગણધર ભગવંતો ગણધરો બને છે અને ત્રિભુવનપતિ શ્રીજિનેશ્વર ભગવંતો જિનેશ્વરો બને છે. સર્વ પ્રકારની શુભપ્રકૃતિઓનો એકી સાથે સંચય કરાવનાર વૃત્તિનું નામ નપ્રવૃત્તિ છે. કેમ કે તે મૈત્રી સ્વરૂપ છે. પ્રમોદ સ્વરૂપ છે, કારુણ્યમય છે અને માધ્યસ્થ્યથી ભરપૂર છે. નીચે રહેલાને ઊંચે જવા માટે નમવું પડે છે, તેમ આધ્યાત્મિક સાધનામાં પણ ઘણી નીચી સપાટીએ રહેલા જીવોને ઊંચે ચઢવા માટે નમ્રવૃત્તિ સહાયક બને છે. નમવું એટલે માન છોડીને બીજાને માન આપવું એટલે પોતાની જાતને (પાપી હોઈ) તૃણતુલ્ય ગણવી અને (કર્મથી બદ્ધ હોઈ) સર્વ પ્રકારના પરીસહ—ઉપસર્ગને યોગ્ય માનવી. નમવું એટલે સકલ વિશ્વના જીવોમાં પ્રચ્છન્નપણે રહેલા પ્રભુત્વને જોવું અને પોતામાં પ્રગટપણે રહેલા ક્ષુદ્રત્વને નિહાળવું, અને નામ તાત્ત્વિક નમ્રવૃત્તિ છે.
સાચું અનુમોદન
ધર્મ સર્વનું કલ્યાણ કરે છે, એ ધર્મ પછી પોતાનો કરેલો હોય કે પરનો. ધર્મમાં સર્વનું કલ્યાણ કરવાની શક્તિ રહેલી ન હોય તો એકના ધર્મનું બીજો અનુમોદન કરે, અનુપ્રેક્ષા . ૯૯
ધર્મ