________________
તેમાં અનુમોદન કરનારને તેનો લાભ કેવી રીતે મળે? ધર્મમાં સર્વકલ્યાણકર શક્તિ છે, માટે અનુમોદન કરનારને તેનો લાભ મળે છે, નહિ કે અનુમોદન કરે છે માટે જ લાભ મળે છે. અનુમોદન ન કરનાર તેનો લાભ મેળવી શકતો નથી એ વાત સત્ય છે, પરંતુ તેટલા માત્રથી અનુમોદનામાં જ શક્તિ છે અને ધર્મમાં નહિ, એમ સાબિત થઈ શકતું નથી. શક્તિ તો ધર્મમાં જ છે, તેનો લાભ અનુમોદન કરે તો મળે, ન કરે તો ન મળે, અનુમોદનામાં પ્રેરક પણ ધર્મની તારક શક્તિ છે એ ન હોય તો અનુમોદન થાય કોના બળે ? માટે ધર્મમાં તારક શક્તિ ન માને અને માત્ર અનુમોદનામાં જ તારક શક્તિ માને, તો તે સાચું અનુમોદન નથી. અનુમોદન ધર્મનું કરવાનું છે, નહિ કે ધર્મમાં શક્તિ ન માનનારની કોરી અનુમોદના માત્રનું. ધર્મમાં સર્વકલ્યાણકર શક્તિ રહેલી છે, પછી તે ધર્મ સ્વનો હોય યા પરનો, એ વિશ્વાસ ઉપર જ સાચું અનુમોદન થઈ શકે છે. તળાવમાં પાણી છે, તો જ પાઈપ દ્વારા ઘરમાં લાવી શકાય છે. પાઈપની જગ્યાએ અહીં અનુમોદન છે. પાણીથી ભરેલા તળાવના સ્થાને સ્વ કે પરકૃત ધર્મ છે. ધર્મમાં એક એવી અચિંત્ય શક્તિ છે કે જે તેને કરનાર, કરાવનાર કે અનુમોદન કરનાર, સૌને સરખી રીતે તારવાની તાકત ધરાવે છે. કહ્યું છે કે
वीतरागोऽप्यं देवो ध्यायमानो मुमुक्षुभिः ।।
स्वर्गापवर्गफलदो शक्तिस्तस्य हि तादृशी ॥१॥ અર્થ - આ દેવ વિતરાગ હોવા છતાં મુમુક્ષુઓ વડે ધ્યાન કરાતાં સ્વર્ગ અને અપવર્નરૂપી ફળને આપનારા થાય છે કેમ કે તેમની શક્તિ જ તેવા પ્રકારની છે. શ્રીતત્ત્વનુશાસન. વળી પણ કહ્યું છે કે,
स देवो परमात्माख्यः शुद्धबोधप्रभावकः । .
अशरीरोडप्यनन्तेन वीर्येण भवमोचकः ॥१॥ અર્થ :- તે વીતરાગ પરમાત્મા નામના દેવ, શુદ્ધ જ્ઞાનરૂપી પ્રકાશને ફેલાવનારા (સ્વય) શરીર રહિત હોવા છતાં અનંત વીર્ય વડે (જીવોને) સંસારથી મુકાવનારા છે.
શ્રીઉપમિતિ ભવપ્રપંચા કથા.
૧૦૦૦ ધર્મ અનુપ્રેક્ષા