________________
મુદ્રિકા, મનરૂપી બાણનું ધનુષ્ય, મનરૂપી અરણિનું મંથન અને મનરૂપી સોયનો દોરો છે.
મન એ બાણ છે, નમો એ ધનુષ્ય છે.
મન એ અરણિનું કાષ્ઠ છે, નમો એ મંથન માટે ઉત્ત૨ા૨ણીના સ્થાને છે. મન એ સોયનું નાકું છે, નો એ તેમાં પરોવવાનો દોરો છે.
મનરૂપી સોયના નાકામાં નમો રૂપી સૂત્રનો દોરો પરોવવાથી તે ભવમાં ખોવાઈ જતું નથી:
‘મન’રૂપી અરણિને નમોરૂપી અરણિવડે મંથન કરવાથી જે જ્ઞાન પ્રકાશ પ્રગટે છે, તે વડે પાપનું મંથન થાય છે એ આત્મદેવના દર્શન થાય છે.
નમોરૂપી ધનુષ્ય ઉપર ‘મન’રૂપી બાણ ચઢાવવાથી અરિહંતરૂપી લક્ષ્યનો વેધ થાય છે.
પૂજા, દાન અને આત્મભોગ
યન્ to worship. પૂજા, દાન અને ભોગ એ ત્રણ અર્થ યજ્ ધાતુના થાય છે, તેમાં છેલ્લો અર્થ મહત્ત્વનો છે.
નમો પદ પણ પૂજા અર્થમાં હોવાથી દાનાર્થે, પૂજનાર્થે અને આત્મત્યાગાર્થે યોજી શકાય છે.
નમો પદવડે શ્રીપ૨મેષ્ઠિઓની ભાવપૂજા, પરમેષ્ઠિઓને સન્માનનું દાન, અને પરમેષ્ઠિઓમાં આત્માનું વિસર્જન સધાય છે. એક સાચો નમસ્કાર ત્રણે અર્થોની સિદ્ધિ કરે છે. નમો પદ અને તેની પુનઃ પુનઃ ભાવનાવડે બહારથી નાના બનાય છે અને અંદરથી મોટા થવાય છે. બહારથી નાના થનારને વિષયોનાં આકર્ષણ નથી અડતાં. અંદરથી મોટા થનારને કષાયોના હુમલા નથી નડતા. એ રીતે જે શ્રીનવકારને ભાવિત કરવા પ્રયત્ન કરશે. તેને તેના પ્રથમ પદના સાત અક્ષરોમાં અપૂર્વ ચમત્કાર દેખાશે, સર્વ તીર્થંક૨ ગણધરોના આંતર્દર્શન થશે, સર્વ મંત્ર અને વિદ્યાઓની સિદ્ધિ થશે.
પ્રથમ પદના સાત અક્ષરો
પ્રથમ પદના સાત અક્ષરોનું શ્વેતવર્ણે ધ્યાન કરવાનું છે. તેમાં શ્વેતવર્ણમાં સાત રંગ રહેલા છે. તે સૂર્યના સાત ઘોડા સ્વરૂપ છે. એટલે પ્રથમ પદના જાપથી તે પદના સાત અક્ષરો સાત ઘોડારૂપ બનીને આત્મરૂપી સૂર્યનો સંબંધ કરાવે છે. આત્મા એ સૂર્ય છે. તેના જ સાત ઘોડા એ સાત વર્ષો છે. તેને સાત અક્ષરોમાં જાણે વર્ણવ્યા છે. પ્રથમ પદનું ધ્યાન એ સાત અશ્વવાળા સૂર્યનું ધ્યાન છે. સૂર્ય એ આત્માનું પ્રતીક હોવાથી શુદ્ધ
ધર્મ અનુપ્રેક્ષા • ૮૯