________________
સર્વપાપ પ્રણાશક
(મંત્રાધિરાજ શ્રીનવકારના “નમો' પદની અચિંત્ય શક્તિ, “નમો અરિહંતાણં પદના સાત અક્ષરોમાં રહેલી સર્વપાપ પ્રણાશક ક્ષમતા અને આખા શ્રીનવકારની ભવજળતારક પ્રતિભાનું મનનીય નિરૂપણ આ લેખમાં થયેલું છે. સં.)
- ત્રણ પ્રકારના યોગ સર્વાત્મભાવની આરાધના એ કર્મયોગ છે, તેથી ચિત્તની મળદોષ દૂર થાય છે.
પરમાત્મભાવની આરાધના એ ભક્તિયોગ છે, તેથી ચિત્તના વિક્ષેપદોષ દૂર થાય છે. બ્રહ્માત્મmભાવની આરાધના એ જ્ઞાનયોગ છે, તેથી આત્મા ઉપરના આવરણ દોષ દૂર થાય છે.
| નમો ના “નમ' પદાર્થવડે “મમ' ભાવ જાય છે. અરિહંતના સર્વ ભાવવડે સમભાવ આવે છે. “નમભાવવડે “મમભાવ દૂર કરીને અને મર્દ ભાવવડે “સમભાવ પ્રાપ્ત કરીને આત્મા રાગદ્વેષથી મુક્ત થાય છે, વીતરાગભાવને પામે છે. “મમભાવ એ સ્વાર્થભાવ છે; તેનો “નમભાવવડે તિરસ્કાર કરી સમભાવ કે જે સર્વાર્થભાવ છે, તેને પ્રાપ્ત કરી શકાય છે. સર્વાર્થભાવવડે સ્વાર્થભાવ ટળે છે. સ્વાર્થભાવ ટળવાથી સહજમળ કે જે પાપનું મૂળ છે, તે જાય છે. સર્વાર્થભાવ વિકસવાથી મુક્તિગમયોગ્યતા કે જે મંગળનું મૂળ છે, તે વિકસે છે. “નમો અરિહંતા” એ એક જ પદમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ત્રણેની આરાધના થઈ જાય છે, ચિત્તના મળ, વિક્ષેપ અને આવરણ દોષ હટી જાય છે. આત્માની સહજઅયોગ્યતા ટળે છે અને સહજયોગ્યતા | વિકસે છે. એ વિકાસની પરાકાષ્ઠા એ જ સકલકર્મમુક્તિરૂપી મોક્ષનામનો પદાર્થ છે. જેને મોક્ષનો ખપ છે, તેને માટે શ્રીનવકારનું પ્રથમ પદ અને તેનું આરાધન અપરિહાર્ય છે.
નમો પદની સાથે ૐકારને સંબંધ
3ૐમાં નમો અને નમોમાં 3ૐ સમાઈ જાય છે. નમો અને 3ૐ બે સંજ્ઞા અને વ્યંજના ઉભયથી સમાન છે. મો અક્ષરને ઉલટાવવાથી 3% ધ્વનિ પેદા થાય છે. ૐ ધ્વનિને આલેખવાથી નમોપદ પ્રકટે છે. કેમ કે ન+ગૌ મળીને ૐ આકૃતિ થાય છે, તેથી ૐ અને નમો એ બે પદાર્થ એક જ છે. “ૐ નમ:' મંત્ર પણ તેમાંથી જ ઉત્પન્ન થાય છે. ૐ એ શ્રીપંચપરમેષ્ઠિવાચક પદ છે. તેને નમસ્કાર, તેમની આજ્ઞાને નમસ્કાર એ જ કર્મના ભીષણ બંધનમાંથી છૂટવાનો અનન્ય ઉપાય છે.
શ્રીનવકારમાં અધ્યાત્મ શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની આજ્ઞાને નહિ માનવાથી જ જીવ ભવભ્રમણ કરે છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૮૭